Site icon Revoi.in

ઉત્તરાખંડના રાજકરણમાં ઉથલ પાથલઃ સીએમ તિરથ સિંહ રાવતે આપ્યું રાજીનામુ

Social Share

 

દેહરાદૂનઃ- ઉત્તરાખંડમાં માત્ર ચાર મહિનાના સમયગાળા બાદ સરકારને નવું નેતૃત્વ મળવા જઈ રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વની સૂચના બાદ સીએમ તીરથસિંહ રાવતે શુક્રવારે મોડી રાત્રે રાજ્યપાલ બેબી રાની મૌર્યને રાજીનામું સુપરત કર્યું હતું.આ પહેલા દિલ્હીમાં તિરથ સિંહએ બંધારણીય સંકટને ટાંકીનેના ખુદ પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાને પત્ર લખીને  પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

બુધવારે મુખ્યમંત્રી રાવતને અચાનક દિલ્હી બોલાવવામાં આવ્યા ત્યારથી રાજકીય અટકળો જોરશોરથી ચાલી રહી છે. બુધવારે મોડી રાત્રે તેઓ જેપી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. ગુરુવારે તેઓને દહેરાદૂન પરત આવતાં રોકવામાં આવ્યા હતા. રાવતની પેટાચૂંટણી અંગે આ મુદ્દો અટવાયો હતો, જેને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ વિધાનસભામાં એક વર્ષ કરતા પણ ઓછા સમય બચ્યો હોવાનો અવરોધ  હતો.

શુક્રવારે રાવત ફરી જે પી નડ્ડાને મળ્યા. અડધા કલાકની આ બેઠકમાં તેમને બંધારણીય સંકટ જણાવી રાજીનામું આપવાની સૂચના આપવામાં આવી હતી. આ પછી, તીરથ રાવતે નડ્ડાને પત્ર લખીને રાજીનામું આપવાની દરખાસ્ત કરી. ત્યારબાદ દૂન પરત આવેલા તિરથસિંહ રાવતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, પરંતુ તેમની સરકારની સિધ્ધિઓની ગણાવીને ચાલ્યા ગયા હતા

રાજીનામા અંગે પૂછવામાં આવ્યું તો તેઓ ચૂપ રહ્યા. ત્યારબાદ તે લગભગ 11.15 વાગ્યે રાજભવન પહોંચ્યો અને રાજ્યપાલ બેબી રાની મૌર્યને રાજીનામું સુપરત કર્યું. તેમણે કહ્યું કે બંધારણીય કટોકટીને જોતાં મને લાગ્યું કે રાજીનામું આપવું મારા માટે યોગ્ય છે. મને મુખ્યમંત્રી બનવાની તક આપવા બદલ કેન્દ્રીય નેતૃત્વ અને પીએમ મોદીનો આભારી છું.

મળતી માહિતી પ્રમાણે ઉત્તરાખંડમાં આવનારા વર્ષના જાન્યુઆરી મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની અટકળો છે. આવી સ્થિતિમાં તિરથસિંહ મુખ્યમંત્રી બન્યા પછી હજી સુધી ગૃહના સભ્ય બની શક્યા નથી. મુખ્યમંત્રીપદે રહેવા માટે છ મહિનામાં જ ગૃહના સભ્ય બનવું પડે છે. તિરથસિંહ રાવત ૧૦મી માર્ચ, ૨૦૨૧ના રોજ મુખ્યમંત્રી પદે આવ્યા હતા અને તેમણે ૧૦મી સપ્ટેમ્બર સુધીમાં ચૂંટાવું જરૂરી બન્યું હતું.

જોકે, હવે બંધારણીય પરિસ્થિતિઓના પગલે રાજ્યમાં પેટા ચૂંટણી યોજાનાર નથી. જેના કારણે તિરથસિંહે બંધારણીય કટોકટી ટાળવા મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપવું જરૂરી બન્યું છે.તિરથ સિંહ રાવતે રાજીનામુ સોંપ્યા બાદ સીએમ પદે નવા નામની ચર્ચાઓ એ જોર પકડ્યું છે, આજરોજ વિધાયકોની એક ખાસ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે,