1. Home
  2. ગુજરાતી
  3. હવે ફ્રાંસમાં UPI અને રુપે કાર્ડથી પેમેન્ટ સ્વીકારાશે – ફ્રેન્ચ પેમેન્ટ્સ કંપની લાયરા નેટવર્ક સાથે થઈ સમજૂતી
હવે ફ્રાંસમાં UPI અને રુપે કાર્ડથી  પેમેન્ટ સ્વીકારાશે – ફ્રેન્ચ પેમેન્ટ્સ કંપની લાયરા નેટવર્ક સાથે થઈ સમજૂતી

હવે ફ્રાંસમાં UPI અને રુપે કાર્ડથી પેમેન્ટ સ્વીકારાશે – ફ્રેન્ચ પેમેન્ટ્સ કંપની લાયરા નેટવર્ક સાથે થઈ સમજૂતી

0
Social Share
  • ફ્રાંસમાં UPI અને રુપે કાર્ડથી થશે પેમેન્ટ
  •  ફ્રેન્ચ પેમેન્ટ્સ કંપની લાયરા નેટવર્ક સાથે હસ્તાક્ષર કરાયા

દિલ્હીઃ- ભારતમાં ડિજિટલ પેમેન્ટને લઈને ઘણુ પ્રોત્સાહન મળી રહ્યું છે,ડિજિટલ વ્યવહારો વધી રહ્યા છે. કેશલેસ ભારત હેઠળ ઓનલાઈન ચૂકવણીને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે  ત્ફ્રાયારે હવે કોી પણ ભારતીય ફઅરાસં જઈને પણ પોતાના રુપે કાર્ન્સડ અથવા યુપીઆઈ મારફત હવેથી પેમેન્નીટ કરી શકશે,કારણ કે ટૂંક સમયમાં અહીં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ અને રુપે કાર્ડ  સ્વીકારવામાં આવશે.

ફ્રાંસમાં ભારતીય રાજદૂત જાવેદ અશરફે આ બાબતે જાણકારી આપી છે,અને જણાવ્યું છે કે ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ અને રુપે  કાર્ડ ટૂંક સમયમાં ફ્રાન્સમાં સ્વીકારવામાં આવશે. 

આ મામલે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ઈન્ટરનેશનલ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ની આંતરરાષ્ટ્રીય બ્રાન્ચ, ફ્રેન્ચ પેમેન્ટ્સ કંપની લાયરા નેટવર્ક સાથે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે જેથી ટૂંક સમયમાં ફ્રાંસમાં ભારતીયોને આ સુવિધા મળશે.

આ બન્ને દેશો વચ્ચે થયેલા પેમેન્ટના એમઓયુ પ્રમાણે  લાયરા નેટવર્ક ભારતીયોને તેમના મશીનો પર યુપીઆઈ અને રુપે કાર્ડનો ઉપયોગ કરીને ચુકવણી કરવાની મંજૂરી આપશે, ખાસ કરીને ભારતના વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે ચૂકવણી કરવાનું સરળ બનશે.

આ પહેલા કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ફ્રાન્સમાં યુપીઆઈ અને રુપે કાર્ડ  સ્વીકૃતિ’ માટે NPCI ઇન્ટરનેશનલ અને ફ્રાન્સના Lyra નેટવર્ક વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સાથે જ કહ્યું કે ભારત એક મહિનામાં 5.5 બિલિયન UPI ટ્રાન્ઝેક્શન કરી રહ્યું છે. ફ્રાન્સ સાથેના એમઓયુ એક મોટી ઉપલબ્ધિ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code