દિલ્હીઃ – દુનિયાભરના દેશઓમાં હવે ઇન્ડિયન યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPIનો દબદબો જોવા મળી રહ્યો છે અનેક દેશોમાં યુપીઆઈ ચલણમાં છે ત્યારે આ લીસ્ટમાં વધુ એક દેશનો ઉમેરો કરવામાં આવ્યો છે.જાણકારી પ્રમાણે અત્યાર સુધી ફ્રાન્સ, સંયુક્ત આરબ અમીરાત અને સિંગાપોરે યુપીઆઈ અપનાવ્યું છે.
UPI એ ભારતની મોબાઈલ આધારિત ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ છે, જે ગ્રાહક દ્વારા બનાવેલ વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસનો ઉપયોગ કરીને ગ્રાહકોને ચોવીસ કલાક તાત્કાલિક ચુકવણી કરવાની મંજૂરી આપે છે.આ મહિનાની શરૂઆતમાં, ફ્રાન્સ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે સંમત થયું હતું, જે આઇકોનિક અને પ્રવાસી સીમાચિહ્ન એફિલ ટાવરથી શરૂ થયું હતું.
પ્રાપ્ત વિગત પ્રમાણે યુપીઆઈનું ચલણ ધીમે સમગ્ર વિશ્વમાં તેનો પ્રભાવ વધારી રહ્યું છે. ભારત સહિત ઘણા દેશોમાં યુપીઆઈની સફળતા બાદ ભારતના પાડોશી દેશ શ્રીલંકાએ પણ યુપીઆઈ અપનાવ્યું છે.હવે બંને દેશોના લોકો QR-કોડ આધારિત અથવા બેંક ખાતા સાથે જોડાયેલ મોબાઇલ નંબર દાખલ કરીને તાત્કાલિક સમયમાં નાણાં ની આપલે કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ હાલ ભારતની મુલાકાતે આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની હાજરીમાં આજે દિલ્હીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે યુપીઆઈ પર સમજૂતી બની હતી.