1. Home
  2. ગુજરાતી
  3. UPI ટ્રાન્ઝેક્શન વધીને 20.64 લાખ કરોડ રૂપિયા થઈ ગયા
UPI ટ્રાન્ઝેક્શન વધીને 20.64 લાખ કરોડ રૂપિયા થઈ ગયા

UPI ટ્રાન્ઝેક્શન વધીને 20.64 લાખ કરોડ રૂપિયા થઈ ગયા

0
Social Share

નવી દિલ્હીઃ દેશમાં ઈન્ટરનેટ સ્પીડની સાથે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ રેકોર્ડ ગતિએ વધી રહ્યું છે. જુલાઈ મહિનામાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) આધારિત વ્યવહારોમાં જબરદસ્ત વધારો થયો છે. આ આંકડો 20.64 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ગુરુવારે આ સંદર્ભમાં ડેટા જાહેર કર્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગયા વર્ષની સરખામણીમાં UPI ટ્રાન્ઝેક્શનમાં 35 ટકાનો વધારો થયો છે.

  • દર મહિને 60 લાખ નવા યુઝર્સ UPI સાથે જોડાઈ રહ્યા છે

જુલાઈમાં UPI મારફત કુલ વ્યવહારોની સંખ્યા લગભગ 4 ટકા (મહિના દર મહિને) વધીને 14.44 અબજ થઈ ગઈ છે. સરેરાશ દૈનિક ટ્રાન્ઝેક્શન વોલ્યુમ 466 મિલિયન હતું. હવે UPI પર દર મહિને 60 લાખ નવા યૂઝર્સ જોડાઈ રહ્યા છે, જેના કારણે UPI પર RuPay ક્રેડિટ કાર્ડ અને વિદેશોમાં તેની શરૂઆત થઈ છે. 

  • ડિજિટલ ઈકોનોમી બનવા તરફ આગળ વધી રહી છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના મની એન્ડ ફાઈનાન્સ (2023-24) પરના તાજેતરના અહેવાલ મુજબ, દેશ તેના મજબૂત ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વાઈબ્રન્ટ ફિનટેકને કારણે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ડિજિટલ અર્થતંત્ર બનવા માટે તૈયાર છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code