Site icon Revoi.in

વકફ બોર્ડને લઈને રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં હોબાળો

Social Share

નવી દિલ્હીઃ વકફ બોર્ડને લઈને રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં ફરી ભારે હોબાળો થયો હતો. હંગામા દરમિયાન કલ્યાણ બેનર્જી એટલા ગુસ્સામાં આવી ગયા કે તેમણે ટેબલ પર કાચની પાણીની બોટલ ફેંકી હતી. જેમાં જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલનો ચમત્કારીક બચાવ થયો હતો. જો કે, કલ્યાણ બેનર્જીને પોતાના હાથમાં ઈજા થઈ હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન નિવૃત્ત જસ્ટિસ ગાંગુલી અને કલ્યાણ બેનર્જી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ કલ્યાણ બેનર્જીએ ગુસ્સામાં ટેબલ પર પાણીની બોટલ એટલી જોરથી પછાડી હતી કે, તેમને પોતાના હાથમાં ઈજા થઈ હતી. ઈજાના કારણે તેને હાથ પર ટાંકા લેવા પડ્યા હતા. આ પછી જેપીસી પ્રમુખ જગદંબિકા પાલે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

બીજી તરફ ઘાયલ થયા બાદ કલ્યાણ બેનર્જીને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને હાથ પર ચાર ટાંકા પણ આવ્યા હતા. તબીબી સહાય પછી, એક વીડિયો સામે આવ્યો, જેમાં જોવા મળે છે કે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સંજય સિંહ કલ્યાણ બેનર્જીને મીટિંગ રૂમમાં પાછા લઈ જઈ રહ્યા છે.

બેઠકમાં, જસ્ટિસ ઇન રિયાલિટી, કટક, ઓડિશા અને પંચસખા પ્રચાર બાની મંડળી, કટક, ઓડિશાએ તેમના સૂચનો રજૂ કર્યા હતા. આ બેઠકમાં નિવૃત્ત ન્યાયાધીશો અને સુપ્રીમ કોર્ટના વકીલો સહિત અનેક અગ્રણી હસ્તીઓ હાજર રહા હતા, પરંતુ કલ્યાણ બેનર્જી તેમની સાથે ત્રણ વખત વાત થઈ ચૂકી હોવા છતાં તેઓ પોતાનો મુદ્દો રજૂ કરવા માંગતા હતા અને તેઓ રજૂઆત દરમિયાન બીજી તક મેળવવા માગતા હતા, જેના સંદર્ભે ભાજપના સાંસદ અભિજિત ગંગોપાધ્યાયે વાંધો ઉઠાવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે કલ્યાણ બેનર્જીએ અભિજિત ગંગોપાધ્યાય વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.