યુપીના ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું – ‘વીરાંગના રાણીલક્ષ્મી બાઈ’ થી મળી નવી ઓળખ
- ઉત્તરપ્રદેશની સરકારે ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલ્યું
- રાણી વીરાંગના લક્ષ્મીબાઈ તરીકે હવને ઓળખાશે
ઉત્તરપ્રદેશની સરકારના કાર્યોની પીએમ મોદી અવાર નવાર સરહાના કરતા હોઈ છે, યોગી સરકારે અનેક એવા નિર્ણયો લીધો છે જેને લઈને રાજ્યને ઘણા આફયાદાઓ થાય છે,આ સાથે જ કેટલાક સ્થળોના નામ પણ ભૂતકાળમાં બદલવામાં આવ્યા છે ત્યારે હવે ફરી એક વખત ઉત્તરપ્રદેશની સરકારે ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલવાની જાહેરાત કરી છે.
વિતેલા દિવસને બુધવારે મુખ્ય સચિવ નીતિન રમેશ ગોકર્ણે ગૃહ મંત્રાલયના પત્ર સાથે સહમત થતા ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલવામાં આવી ચૂક્યું છે. હવે આ સ્ટેશનને વીરાંગના લક્ષ્મીબાઈ રેલ્વે સ્ટેશન તરીકે ઓળખવામાં આવશે.
આ સમગ્ર બાબતને લઈને જનસંપર્ક અધિકારી જણાવ્યું હતું કે, રેલવે મંત્રાલય તરફથી આદેશ મળતા જ સ્ટેશનનું નામ બદલવાની વિભાગીય પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશેઝાંસી રેલવે સ્ટેશનનું નામ હવે વીરાંગના લક્ષ્મીબાઈ સ્ટેશન રખાશે.
વિતેલા દિવસને બુધવારે ગૃહ મંત્રાલયના પ્રસ્તાવ સાથે સહમત થતાં રાજ્ય સરકારે સ્ટેશનનું નામ બદલવાના આદેશ આપ્યા છે, રેલવે મંત્રાલય તરફથી આદેશ મળતાની સાથે જ ડિવિઝનલ રેલવે એડમિનિસ્ટ્રેશન નામ બદલવાની વિભાગીય પ્રક્રિયા શરૂ કરશે. આ સાથે જ સ્ટેશન કોડ પણ બદલાશે.ઉલ્લેખનીય છે કે બુંદેલખંડની જનતાની માંગ પર જનપ્રતિનિધિઓ વતી તેનો પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવ્યો હતો છેવટે ગીકાલે તેને મંજૂરી મળી ચૂકી છે.
આ બાબતે 3 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં આ માહિતી આપી હતી. ત્યારબાદ ગૃહ મંત્રાલયે સંબંધિત એજન્સીઓની ટિપ્પણીઓ અને મંતવ્યો આમંત્રિત કર્યા હતા. ત્યાર બાદ આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી 24 નવેમ્બર 2021 ના રોજ ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને નામ બદલવા માટે પત્ર લખ્યો હતો.અને હવે ગઈકાલે નામ બદલવાના આદેશ રેલ્વે સ્ટેશનને આપવામાં આવી ચૂક્યા છે.