- UPSC ની પ્રિલિમ્સની પરીક્ષા થઈ રદ
- હવે 10 ઓક્ટોબરના રોજ લેવાશે પરીક્ષા
- કોરોનાના વધતા લેવાયો નિર્ણય
દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે..જેને પગલે હવે પરીક્ષાની તારીખો પર ટળી રહી છે. કોરોનાના વધતા કેસને જોતા UPSCએ સૌથી મોટો નિર્ણય લીધો છે. સિવિલ સર્વિસિઝની પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમરી એક્ઝામ ટાળી દેવામાં આવી છે. હવે આ પરીક્ષા 10 ઓક્ટોબર 2021ના રોજ લેવામાં આવશે. હાલ કોરોના સંક્રમણની પરિસ્થિતિ જોતા UPSCએ મહત્વનો નિર્ણય લીધો છે.
આ પરીક્ષા 27 જૂનના રોજ યોજાવાની હતી. તેના માટે 4 માર્ચ 2021ના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ હતું. પણ કોરોનાની બીજી લહેરને જોતા દેશમાં હાલ સ્થિતી પહેલા કરતા પણ વધારે વણસેલી છે, તેથી આયોગે આ પરીક્ષા હાલ ટાળી દીધી છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં ૩ લાખ 62 હજાર 700થી વધુ કોરોના કેસ નોંધાયા છે.જ્યારે મૃત્યુઆંક પણ ચાર હજાર 120 થયો છે..દેશમાં છેલ્લા 24 કલાકમાં ૩ લાખ 52 હજાર 181 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા એક કરોડ 97 લાખ 34 હજાર 800ને પાર થઈ છે..જ્યારે કુલ મૃત્યુઆંક 2 લાખ 58 હજાર 317 થયો છે