Site icon Revoi.in

શિંઝો આબેથી નારાજ હોવાના કારણે મારી ગોળી, હત્યા કરનાર વ્યક્તિએ કહ્યું

Social Share

નવી દિલ્લી: જાપાનના પૂર્વ પીએમને જે રીતે દેશના વ્યક્તિ દ્વારા ધોળા દિવસે ગોળી મારી દેવામાં આવે તે વિશ્વભરમાં ચોંકાવનારી ઘટના છે. જે વ્યક્તિ દ્વારા ગોળી મારવામાં આવી તેના દ્વારા પોલીસને નિવેદન આપવામાં આવ્યું કે તે શિંઝો આબેથી નારાજ હતો તેથી તેણે આ કૃત્ય કર્યું છે.

હુમલાખોરે આબે પર હુમલાનું કારણ જાહેર કર્યું હતું. હુમલાખોરે પોલીસને જણાવ્યું હતું કે, તે જાપાનના પૂર્વ વડાપ્રધાનથી નાખુશ હતો અને તેને મારવા માંગતો હતો. આરોપી મેરીટાઇમ સેલ્ફ ડિફેન્સ ફોર્સમાં 2005 સુધી કામ કરતો હતો.

શિંઝો આબે પર હુમલો કરનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. આરોપીનું નામ યામાગામી તેત્સુયા છે. તેમની ઉંમર 41 વર્ષની છે. આરોપી સેલ્ફ ડિફેન્સનો સભ્ય છે. પોલીસે જણાવ્યું કે, પૂર્વ પીએમની હત્યાના આરોપમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી બંદૂક જપ્ત કરવામાં આવી છે.

પૂર્વ પીએમ નારા શહેરમાં જાહેર સભા કરી રહ્યા હતા ત્યારે, ત્યાં હાજર હુમલાખોરે તેમને નજીકથી ગોળી મારી દીધી હતી. પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી. આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે. તેમજ આબેની ગંભીર સ્થિતીને કારણે સારવાર દરમિયાન નિધન થયું હતું.