- ગેસ અને વાયુની સમસ્યાને દૂર કરે છે મેથી અને અજમો
- હાથ,પગના સાઘાના દુખાવામાં મળે છે રાહત
સામાન્ય રીતે આજકાલની જે ભાગદોડ વાળી લાઈફ છે તેમાં આપણે ખોરાક બદલાયો છે, ખાસ કરીને બહારનું આરોગતા લોકોને ગેસ અથવા તો પેટ ખરાબ થવાની સમસ્યાઓ થતી રહેતી હોય છે આવી સ્થિતિમાં જો સમયસર તેની સારવાર કરવામાં આવે અને જંકફુડને ઓછુ કરવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે છે, તો ચાલો જોઈએ પેટને લગતી સમસ્યા, અપચો અને વાયુ જેવી બિમારીમાં કઈ રીતે મેથી અને અજનાનું ચૂર્ણ કામ કરે છે, અને તેના સેવનથી કયા કયા ફાયદાઓ થાય છે.પેટની સમસ્યામાં આ ચૂર્ણ રામબાણ ઈલાજ છે આ ુસ્ખાથી દરેક સમસ્યા મટી જશે.
મેથી અને અજમાનું ચૂર્ણ બનાવવા માટે
50 ગ્રામ મેથીમાં 50 ગ્રામ અજમો લેવો, તેમાં 25 ગ્રામ જેટલો સંચળ અને 25 ગ્રામ મરી મિક્સ કરી અને મિક્સરમાં આ ત્રણેય વ્સતુઓને બરાબર ક્રશ કરી એક બોટલમાં ભરી દેવી,
જાણો ચૂર્ણના ફાયદા
રોજ સવારે ખઆલી પેટે માત્ર એક ચમચી ચૂર્મનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે,જેમાં અપચો, વાયુ જેવી સમસ્યાઓથી રાહત મળે છે
ગેસ ભરાવાના કારણે શરીરના હાડકાઓમાં દુખાવો થાય છે, ખાસ કરીને કમર અને પેઢામાં દુખાવો ઉત્પન્ન થાય છે આ ચૂર્ણનું એક ચમચી સેવન કરવાથી આ તમામ સમસ્યાઓ મટે છે.શરીરમાં થતી કળતરમાં જો રાહત જોઈતી હોય તો આ ટૂર્ણનું રાત્રે સુતા વખતે સેવન કરવું જોઈએ જેનાથી શરરની કળતર પમ દૂર થાય છે,
પેટ ભારે થવું, વોમિટ જેવું લાગવું અથવા તો ચક્કર આવતા હોય ત્યારે આ ચૂર્ણ એક ચમચી ગરમ પાણી સાથે લેવું તેનાથી ઘણો ફાયદો થાય છે,જે લોકોને કબ્ઝની ,મસ્યા હોય તેમણે આ ચૂર્ણનું એક ગલ્સા ગરમ પાણી સાથે એક ચમચી ચૂર્ણ લઈને સેવન કરવું જોઈએ પેટ સાફ થઈ જશે અને પેટની સમસ્યાઓ પણ દૂર થશે