Site icon Revoi.in

યુએસઃ- વાયુસેના એ 27 લોકો પર કરી કાર્યવાહી, વેક્સિન લગાવવાનું ના કહેતા નોકરીમાંથી કાઢી મૂકાયા

Social Share

 

દિલ્હીઃ- કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના સંક્રમણની ત્રીજી  લહેરની શંકાઓ વચ્ચે વિશ્વના ઘણા દેશો સતર્ક બન્યા છે. તેના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને ઘણી જગ્યાએ જોખમ જોવા મળી રહ્યું છે. ત્યારે આ સખ્તાઈની શ્રેણીમાં  યુએસ એરફોર્સના 27 લોકોને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ સૈનિકોએ રસી લેવાનો ઇનકાર કર્યો હતો. આદેશની અવગણના કરનારાને  નોકરીમાંથી દૂર કરવામાં આવેલ આ પ્રથમ કાર્યવાહી છે.

યુએસ એરફોર્સે તેના સૈનિકોને રસી મેળવવા માટે 2 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો. જ્યારે હજારો સૈનિકોએ કાતેનો ઇનકાર કર્યો હતો અથવા વેક્સિન લેવા બાબતે છૂટ માંગી હતી,વાયુસેનાના પ્રવક્તા એન. સ્ટેફનેકે કહ્યું કે તેઓ એવા પ્રથમ એરમેન છે જેમને રસી સંબંધિત કારણોસર કર્મીઓને પોતાની સેવામાંથી હાઠી નાખવામાં આવ્યા હોય.

આ સમગ્ર બાબતે સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને જણાવ્યું હતું કે સુરક્ષા દળોના સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સંકટનો સામનો કરવાની તેમની ક્ષમતા જાળવવા માટે રસીકરણ મહત્વપૂર્ણ છે.સ્ટેફનેકે કહ્યું, આ એરમેનને  કર્મીઓને એ સમજાવવાની તક આપવામાં આવી હતી કે તેમને રસી કેમ નકારવામાં આવી હતી. પરંતુ આ અંગે કોઈએ કોઈ ખુલાસો કર્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે 97 ટકા સૈનિકોને રસી આપવામાં આવી છે. તે જ સમયે, વિવિધ દળોમાં તૈનાત 79 અમેરિકન સૈનિકો કોવિડ -19 ને કારણે મૃત્યુ પામ્યા છે.આ સાથે જ જો કોી રસી ન લે અને તેને નોકરી માંથી મૂ્ક કરી દેવાયા હોય તેવો અમેરિકાનો આ પ્રથમ કીસ્સો જોવા મળએ છે,એરમેને રસી ન લેતા લોકોને નોકરીમાંથી હાકી કાઢ્યા છે.આ સમાચાર વાયુવેગ પ્રસરી રહ્યા છે,જો કે વેક્સિન બાબતે ા કડક વલણ કેટલું વ્યાજબી છે તે તો યુએસ સત્તા જ જાણે.