Site icon Revoi.in

US રાજદૂત એરિક ગાર્સેટીએ NSA અજીત ડોભાલની કરી પ્રસંશા – કહ્યું ‘ઉત્તરાખંડના એક ગામડાનો છોકરો આંતરરાષ્ટ્રીય સંપત્તિ

Social Share

 

દિલ્હીઃ-  ભારતમાં એમિરાકાના રાજદૂક એરિક ગાર્સેટી સતત ચર્ચામાં રહેતા હોય છે, તેઓ ભારતના લોકોના વખાણ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની ભારે પ્રસંશા કરી હતી અને તેમના તારીફોના પુલ બાંધ્યા હતા.

ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજીપર ભારત-યુએસ પહેલની બેઠકને સંબોધિત કરતી વખતે ગાર્સેટી એ ડોભાલની પ્રશંસા કરી હતી. આ બેઠક નવી દિલ્હીમાં થઈ રહી હતી. અમેરિકી રાજદૂતે અમેરિકા અને ભારત વચ્ચેના મજબૂત પાયાના વખાણ કરવાની તક પણ લીધી.

આ સાથે જ આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન પણ મંગળવારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળ્યા હતા. બન્ને એ આ દરમિયાન ‘સેમી-કન્ડક્ટર’, નેક્સ્ટ જનરેશન ટેલિકોમ્યુનિકેશન્સ અને સંરક્ષણ સહિત સાત વિશિષ્ટ ઉચ્ચ-ટેકનોલોજી ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર માટે મહત્વાકાંક્ષી રોડમેપનું અનાવરણ કર્યું.

પ્રાપ્ત માહિતી પ્રમાણે એરિક ગાર્સેટી એ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર  અજીત ડોભાલને આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાવીને તેમનું મહત્વતા સમજાવતા વખાણ કર્યા છે. ભારતના ‘જેમ્સ બોન્ડ’ અજિત ડોભાલની ગ્રામીણ પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતાં યુએસ એમ્બેસેડરે કહ્યું કે ઉત્તરાખંડના એક ગામડાનો એક છોકરો, જે આજે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે, તે ભારત માટે માત્ર એક મહાન સંપત્તિ જ નથી, પરંતુ તે એક મહાન વ્યક્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે.

નવી દિલ્હીમાં આયોજિત યુનાઇટેડ સ્ટેટ્સ-ઇન્ડિયા ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી મીટમાં બોલતા, ગાર્સેટ્ટીએ કહ્યું, “જ્યારે હું યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેના પાયાને જોઉં છું, ત્યારે તે ખૂબ જ મજબૂત દેખાય છે. ભારતમાં ડિજિટલ પેમેન્ટની પ્રશંસા કરતાં યુએસ એમ્બેસેડરે કહ્યું, “જ્યારે હું ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સ અને ફાઇનાન્શિયલ ટેક્નોલોજીને જોઉં છું, ત્યારે તેણે આખી દુનિયાને હચમચાવી દીધી છે.