તુર્કીના રાષ્ટ્રપતિથી અમેરિકા નારાજ, આકરા પ્રતિબંધ લગાવાશે
દિલ્હીઃ મુસ્લિમ દેશના નવા ખલીફા બનાવાની કોશિસ કરતા તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયપ અર્દોગનનો ખરાબ સમય શરૂ થયો હોવાનું લાગી રહ્યું છે. યુરોપીય યુનિયન બાદ હવે અમેરિકાએ જાહેરાત કરી છે કે, તેઓ તુર્કી સામે ટુંક સમયમાં જ આકરા પ્રતિબંધ લગાવવા જઈ રહ્યું છે. તુર્કીનું અર્થતંત્ર અને ચલણ લીરા છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. ત્યારે રાષ્ટ્રપતિની કાર્યપ્રણાલીની કિંમત તૂર્કીની પ્રજાને ભોગવવી પડી શકે છે.
અમેરિકાએ જણાવ્યું હતું કે, રૂસ પાસેથી એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદીને તુર્કીએ નિયમો તોડ્યાં છે. જે બાદ તુર્કી પછી પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તુર્કીના પ્રેસિડેન્સી ઓફ ડિફેન્સ ઈન્ડસ્ટ્રી અને તેના પ્રમુખ ઈસ્માઈલ ડેમીરને પ્રતિબંધિત જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. આ સંસ્થા મારફતે જ તુર્કી હથિયારોની ખરીદ-વેચાણ કરે છે. ત્યારે અમેરિકાના આ પ્રતિબંધથી તુર્કીના ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને ભારે અસર થવાની શકયતા છે. એટલું જ નહીં અમેરિકાએ પોતાના એફ-35 લડાકુ વિમાનના કાર્યક્રમથી તુર્કીને બાકાત કરી દીધું છે.
અમેરિકાએ જણાવ્યું હતું કે, એસ-400 પ્રમાણી સ્ટીલ્થ લડાકુ વિમાનો માટે ખતરો છે અને તેનો નાટોની પ્રણાલી સાથે ઉપયોગ કરી શકાતો નથી. આ માટે અમેરિકાએ તુર્કી ઉપર પ્રતિબંધ લગાવવાની ચેતવણી પરણ આપી હતી. જો કે, તુર્કીએ કહ્યું હતું કે, અમેરિકાના યુએસ પૈટ્રીયોટ પ્રણાલીને વેચવાના ઈન્કાર બાદ રૂસ પાસેથી એક-400 મિસાઈલની ખરીદી કરવામાં આવ્યાં હતા.