Site icon Revoi.in

અફ્ઘાનિસ્તાનમાંથી પરત ફરી રહ્યા છે અમેરિકન સૈનિક, અનેક દેશોનું મિશન પૂર્ણ

Social Share

અફ્ઘાનિસ્તાનની હાલત દિવસે ને દિવસે બગડી રહી છે. અફઘાનિસ્તાનમાં મોટાભાગના લોકો દેશ છોડીને આશા પણ રાખી રહ્યા છે. ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO)ના મોટાભાગના દેશોએ બે દાયકા પછી અફઘાનિસ્તાનમાંથી તેમના સૈનિકોને ખેંચી લીધા છે.

અમેરિકાનું સૈન્ય હવે પરત ફરી રહ્યુ છે. તાલિબાનોએ 15 ઓગસ્ટના રોજ કાબુલ પર કબજો કર્યો ત્યારથી અમેરિકાએ 100,000થી વધુ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા છે અને મંગળવારની સમયમર્યાદા સુધીમાં તેના તમામ માણસોને બહાર કાઢશે.
બ્રિટન દ્વારા પણ શનિવારે લોકોને બહાર કાઢવા માટે તેની છેલ્લી ફ્લાઇટ મોકલવામાં આવી હતી. અફઘાનિસ્તાનમાં યુકેના રાજદૂત લોરી બ્રિસ્ટોએ કાબુલ એરપોર્ટ ફ્લાઇટ્સના એક વિડીયોમાં જણાવ્યું હતું હવે અભિયાનનુ આ ચરણ બંધ કરવાનો સમય આવી ગયો છે. અમે તે લોકોને ભૂલ્યા નથી જે હજી પણ દેશ છોડવા ઇચ્છે છે. અમે તેમની મદદ કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરીશુ.

અમેરિકન સેના માટે અનુવાદકના રુપમાં કામ કરવા વાળા એક અફઘાને કહ્યુ કે તેઓ એ લોકોના સમૂહ સાથે હતા, જેમને જવાની અનુમતિ હતી અને જેમણે શુક્રવાર મોડી રાત્રે એરપોર્ટ પર પહોંચવાની કોશિશ કરી. તેમણે કહ્યુ કે ત્રણ ચોકીઓમાંથી નિકળ્યા બાદ ચોથી ચોકીએ રોકવામાં આવ્યા. તાલિબાને અમેરિકીઓને કહ્યુ કે તેઓ માત્ર અમેરિકી પાસપોર્ટ ધારકોને જ જવા દેશે.