Site icon Revoi.in

ISIS પ્રમુખ અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરૈશીનો ખાત્મો,અમેરિકાએ કર્યો દાવો

Social Share

દિલ્હી:ઈરાક અને સીરિયામાં આઈએસઆઈએસનું જોખમ હજુ પણ યથાવત હોય તેવું લાગી રહ્યું છે. વાત એવી છે કે અમેરિકા દ્વારા સીરિયા અને ઈરાકમાં આઈએસના ખાત્મા માટે હજુ પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, હાલમાં જ અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલા પછી અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું તે અમેરિકાએ ISIS પ્રમુખ અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરૈશીનો ખાત્મો કર્યો છે.

રાષ્ટ્રપતિ જો બાઇડેને જણાવ્યું કે,મારા આદેશ પર ઉત્તર પશ્ચિમ સીરિયામાં અમેરિકાની સૈન્યએ અમેરિકાના લોકો અને આપણા સાથીઓની રક્ષા કરવા અને વિશ્વને એક સુરક્ષિત સ્થળ બનાવવા માટે સફળતાપૂર્વક અક આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યું છે.

જાણકારી અનુસાર ઓપરેશન 2 તારીખે મધરાતે પાર પાડવામાં આવ્યુ હતું. સ્થાનિક જાણકારોના મતે આ ઓપરેશનમાં ઓછામાં ઓછા 13 લોકો મૃત્યુ પામ્યા હતા. પરંતુ અમેરિકી સૈનિકોમાંથી કોઈને ખાસ વાંધો આવ્યો નથી. લાદેનની હત્યાની માફક જ આ ઓપરેશન પણ ગુપ્ત રીતે પાર પાડવામાં આવ્યું હતું.

આ ઓપરેશન પાર પાડનારા તમામ કમાન્ડો-સૈનિકો સલામત રીતે અમેરિકા પરત ફર્યા હતા. બાઈડેને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું  હતું કે,આ અંગે હું ટૂંક સમયમાં વધુ વિગતો જાહેર કરીશ.

અમારા સશસ્ત્ર દળોના કૌશલ્ય અને બહાદુરીના કારણે અમે ISISના નેતા અબુ ઈબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરૈશીને યુદ્ધના મેદાનમાંથી હટાવી દીધો છે. તમામ અમેરિકનો ઓપરેશનમાંથી સુરક્ષિત પરત ફર્યા છે. તેમણે કહ્યું કે તેઓ આ ઓપરેશન વિશે વિગતવાર જણાવશે. ઓપરેશન વિશે અગાઉ જો બાઇડેને કહ્યું હતું કે,ભગવાન અમારા સૈનિકોની સુરક્ષા કરે.