Site icon Revoi.in

યુએસ કોંગ્રેસના પ્રતિનિઘિ મંડળે પીએમ મોદી અને જયશંકર સાથે કરી મુલાકાત

Social Share

દિલ્હીઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે જેને લઈને અનેક વિદેશી મંત્રીઓ ભારતની મુલાકાતે આર્વી રહ્યા છે જૂદા જૂદા શહેરોમાં અનેક બેઠકોના આયોજનનો ભાગ બની રહ્યા છે, ત્યારે વિતેલા દિવસને બુધવારના રોજ યુએસ કોંગ્રેસના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના આઠ સભ્યોનું એક પ્રતિનિધિમંડળ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું.ઉલ્લેખનીય છે કે આ પ્રતિનિઘિ મંડર સ્વતંત્રતાના પર્નો પણ ભાગ બન્યું હતું.

પ્રાપ્ત વિગત પ્રમાણે પ્રતિનિધિમંડળમાં પ્રતિનિધિઓ માઈકલ વોલ્ટ્ઝ, એસ કેસ, કેટ કેમેક, ડેબોરાહ રોસ, જાસ્મીન ક્રોકેટ, રિચ મેકકોર્મિક અને એસ.ઓ.નો સમાવેશ થાય છે,આ સહીત પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતાં વડાપ્રધાને ભારત-અમેરિકા સંબંધો માટે યુએસ કોંગ્રેસના સતત અને દ્વિપક્ષીય સમર્થન માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે રાષ્ટ્રપતિ બિડેનના આમંત્રણ પર જૂન મહિનામાં અમેરિકાની તેમની ઐતિહાસિક સરકારી મુલાકાતને યાદ કરી.

આ તેમની રાજ્ય મુલાકાત દરમિયાન પીએમ મોદીને યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધવાની તક મળી હતી. PM મોદીએ ટ્વિટ કર્યું કે, “પ્રતિનિધિ રો ખન્ના અને પ્રતિનિધિ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ઈન્ડિયા કોકસના સહ-અધ્યક્ષ માઈકલ વોલ્ટ્ઝ સહિત યુએસના કોંગ્રેસના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરીને આનંદ થયો.

તોૌ બીજી તરફ યુએસ પ્રતિનિધિમંડળે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ભારત-યુએસ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સહિયારી લોકતાંત્રિક મૂલ્યો, કાયદાના શાસનનું સન્માન અને લોકો-થી-લોકોના મજબૂત સંબંધો પર આધારિત છે.

 આ સહીત આ પ્રતિનિધિમંડળે આજે વિદેશ મંત્રી એસ જયશંકરને પણ મળ્યા હતા. તેઓએ બંને દેશોની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વિસ્તૃત કરવાની રીતો પર ચર્ચા કરી. યુએસ સાંસદોએ મંગળવારે લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.

જયશંકરે આ મુલાકાતને લઈને કહ્યું કે જે યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સાથે સારી વાતચીત થઈ. ખુશી છે કે તેઓ આપણા સ્વતંત્રતા દિવસે જોડાઈ શક્યા. અમે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. આ સાથે જ અમે અમૃતકલ માટે અમારી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ શેર કરી છે, એમ તેમણે જણાવ્યું હતું. અમારી વધતી જતી દ્વિપક્ષીય ભાગીદારી, વૈશ્વિક દૃષ્ટિકોણ અને બહુપક્ષીય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સહકાર માટેના સહિયારા વિઝન અંગે પણ મંતવ્યોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.