Site icon Revoi.in

મહાત્મા ગાંઘીને દેશના સર્વોત્તમ નાગરિક સન્માન આપવા માટે અમેરિકી સંસદમાં ફરીથી પ્રસ્તાવ રજૂ

Social Share

દિલ્હીઃ-દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘીએ વિશ્વભરમાં પોતાના વિચારની ઘારા વહાવી છએ ત્યારે મહાત્મા ગાંધીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવા માટે અમેરિકી કોંગ્રેસમાં ફરી એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

અમેરિકાના સીટી ન્યૂયોર્કના એક અમેરિકી ધારાસભ્યએ આ બાબતને લઈને વિતેલા દિવસને શુક્રવારે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં શાંતિ અને અહિંસાને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધીને પ્રતિષ્ઠિત કોંગ્રેશનલ ગોલ્ડ મેડલ આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

મહાત્મા ગાંધી કોંગ્રેસના સુવર્ણ ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય હશે. આ પહેલા આ સન્માન જ્યોર્જ વોશિંગ્ટન, નેલ્સન મંડેલા, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, મધર ટેરેસા અને રોઝા પાર્ક્સ જેવી મહાન હસ્તીઓને દેશ તરફથી આપવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીના ઐતિહાસિક સત્યાગ્રહ અહિંસક પ્રતિકારની ચળવળએ રાષ્ટ્ર અને વિશ્વને મોટી પ્રેરણા આપી. તેનું ઉદાહરણ આપણને અન્યની સેવામાં પોતાને સમર્પિત કરવા માટે ઉત્તેજિત કરે છે.તેમના વિચારો આજે પણ પશ્વિમી સંસ્કડતિને પણ સ્પર્શ કરે છે.