સાઉદીની અરામકો તેલ કંપની પર થયેલા હુમલા પછી અમેરીકામાં કાચાતેલના ભંડારમાં વધારો થવાના સમાચાર આવ્યા છે,કાચા તેલીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે.અમેરીકા એજન્સી એનર્જી ઈન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન તરફથી રજુ કરવામાં વેલા રિપોર્ટ મુજબ 13 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયેલ અઠવાડિયા દરમિયાન અમેરીકામાં ક્રૂડ ઓઈલના ભંડારમાં 10.6 લાખ બૈરલનો ફાયદો થયો છે.
બુધવારે ઇએઆઈના રિપોર્ટ બાદ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પર દબાણ વધારે પ્રમાણમાં વધ્યું હતું અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ઘટ્યા હતા, ભારતીય વાયદા બજારમાં ક્રૂડ ઓઇલના વાયદામાં પણ બે ટકાનો ઘટાડો નોંધાયો છે.
ન્યૂઝ એજન્સી આઈએએનએસના જણાવ્યા મુજબ, મલ્ટિ કોમોડિટી એક્સચેંજ પર ક્રૂડ ઓઇલના કરારમાં સપ્ટેમ્બરમાં બુધવારે રાત્રે 9 વાગ્યે 86 રૂપિયા એટલે કે 2.03 ટકાના ઘટાડા સાથે રૂ. 4,159 રુપિયે બેરલ દીઠના સ્તરે કારોબાર ચાલી રહ્યો હતો.
ત્યારે આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઈંટરકૉન્ટિનેંટલ ક્સચેન્જ પર બુધવારે બ્રેટ ક્રૂડના નવેમ્બરના વાયદા પ્રમાણે 1.05 ટકા સુધીના ઘટાડા સાથે 63.87 ડૉલર પર્તિ બેરલ પર કારોબાર થયો હતો,અમેરીકી લાઈટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઈંટરમીડિએટના નવેમ્બરના વાયદામાં 1.46 ટકાના ઘટાડા સાથે બૈરલ દીઠ 58.24 ડૉલર પર કારોબાર થયો હતો.
ઈઆઈએના રિપોર્ટ મુજબ ચાકા તેલના ભંડોળમાં વિતેલા અઠવાડિયામાં 10.58 લાખ બૈરલનો નફો થયો હતો જ્યારે ગૈસોલિનનો ભંડાર 7.8 લાખ બૈરલ વધ્યો હતો.અમેરીકામાં હાલ ક્રૂડ ઓઇલના ભંડારમાં વધારો થવાને કારણે તેલના ભાવ પર દબાણ વધ્યું છે, જો કે, કોમોડિટી માર્કેટના નિષ્ણાતોનું કહેવું છે કે કિંમતોમાં વધુ ઘટાડા થવાની શક્યતાઓ ઓછી છે, કારણ કે ગલ્ફ ક્ષેત્રમાં વધી રહેલા તણાવથી તેલના ભાવને ટેકો મળશે.
શનિવારના રોજ સુદીની તેલ કંપની અરામકો પર થયોલા હુમલા પછી સોમવારના રોજથી કાચા તેલના ભાવમાં છેલ્લા 28 વર્ષની સોથી મોટી તેજી જોવા મળી હતી હતી