- 1લી સપ્ટેમ્બરથી યુએસ એમ્બેસી વિઝિટર વિઝાનું ઈન્ટર્વ્યૂ ફરીથી કરશે શરુ
- કોરોનાકાળ બાદ છેલ્લા ઘણા સમયથી એપોઈમેન્ટ નહોતી મળી રહી હતી
દિલ્હીઃ- કોરોના કાળ બાદ અમેરિકા ફરવા જવાનું મુશ્કેલ બન્યું હતું ત્યારે હવે યુએસ જે લોકો જવા ઈચ્છે છે તે લોકો માટે ટૂંક સમયમાં વિઝા માટેના ઈન્ટર્વ્યૂ શરુ કરવામાં આવશે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે યુએસ એમ્બેસીએ વિતેલા દિવસને રવિવારે જાહેરાત કરી હતી કે તે 1 સપ્ટેમ્બરથી ભારતમાં ટૂરિસ્ટ વિઝા માટે ઇન્ટરવ્યુ ફરી શરૂ કરી રહ્યા છે.જેને લઈને ઘમા સમયથી વિઝાના ફઓર્મ ભરીને પેન્ડિંગ પડેલા લોકોને અપોઈમેન્ટ આપવાનું હવેથી શરુ કરાશે.
યુએસ એમ્બેસીએ ટ્વિટર કરીને આ મામલે માહિતી આપી હતી અને કહ્યું હતું કે ભારતમાં યુએસ મિશનને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે અમે સપ્ટેમ્બર 2022માં નિયમિત પ્રવાસી વિઝા ઇન્ટરવ્યુ ફરી શરૂ કરી રહ્યા છીએ.
આ સાથએ જ જણાવવામાં આવ્યું છે કે અરજદારો જેમની પ્લેસહોલ્ડર એપોઇન્ટમેન્ટ્સ રદ કરવામાં આવી હતી તેઓ હવે નિયમિત એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે શેડ્યુલિંગ સિસ્ટમમાં ફરીથી પ્રવેશ કરી શકે છે. 2023 સુધી એપોઇન્ટમેન્ટ ખોલવામાં આવી છે.