Site icon Revoi.in

યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો – વર્ષ 1994 પછીનો સૌથી મોટો વધારો

Social Share

દિલ્હીઃ- અનમેરિકા  ફેડરલ રિઝર્વ બેંક એ વિતેલા દિવસને બુધવારના રોજ વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કર્યો હતો. જે 28 વર્ષ બાદ કરવામાં આવ્યો છે ,જે વર્ષ  1994 પછીનો સૌથી મોટો વિકાસ દર નોંધાયો છે.

ફેડરલ રિઝર્વે ફુગાવાને કાબૂમાં લેવા માટે આ નિર્ણય લીધો છે.જો કે બેંકના આ નિર્ણયની અસર લાખો અમેરિકન બિઝનેસ અને પરિવારોને થશે. યુએસમાં ઘર, કાર અને અન્ય પ્રકારની લોન માટે ઉધાર ખર્ચ વધશે.

 શુક્રવારે યુએસમાં જાહેર કરાયેલા આંકડા પ્રમાણે યુએસ ફુગાવો ચાર દાયકાની સપાટીએ પહોંચી ગયો છે. અમેરિકામાં મે મહિનામાં મોંઘવારી દર 8.6 ટકા પર પહોંચી ગયો છે. યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં વધારાને કારણે ભારતીય ચલણ પર સંકટ વધુ આકરુ બન્યું છે. વ્યાજદરમાં વધારાને કારણે ડોલર મજબૂત થશે, પરંતુ તેના કારણે રૂપિયો વધુ ગગડી શકે છે.

ફેડના અધિકારીઓએ વ્યાજદરમાં આગળ પણ વધારાનો સંકેત આપ્યા છે. લોન લેવા માટે લોકોના વ્યાજદરમાં વધારાના સંકેત પહેલાથી જ આપવામાં આવ્યા હતા અને તે રીતે જ વ્યાજ દરમાં આ વધારો કરવામાં આવ્યો છે.

ફેડરલ રિઝર્વ બેંકના વર્તમાન અધ્યક્ષ જેરોમ પોવેલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “અમને લાગ્યું કે આ બેઠકમાં મજબૂત પગલાં લેવાની જરૂર છે, અને અમે તે જ કર્યું.” ફુગાવાને ફેડરલ લક્ષ્ય દર પર પાછા લાવવા માટે કેન્દ્રીય બેંકની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ બાબતે પોવેલે વધુમાં જણાવ્યું હતું કે આર્થિક વૃદ્ધિ ધીમી પડતાં બેરોજગારીનો દર થોડો વધારે હોઈ શકે છે. આ નિર્ણય પછી, બેન્ચમાર્ક ટૂંકા ગાળાના દરમાં વધારો થશે, જે ઘણા ગ્રાહકો, વ્યવસાય અને લોન ધારકોને અસર કરી શકે છે. રેટિંગ ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ તેના બેન્ચમાર્ક ફંડ રેટ લેવલને 1.5 ટકાથી 1.75 ટકાની રેન્જમાં લાવવાનું નક્કી કર્યું, જે માર્ચ 2020માં કોવિડ રોગચાળાની શરૂઆત પહેલાંનું ઉચ્ચતમ સ્તર હતું.