હથિયાર આપવાની બાબતે યુએસ, જર્મની ,ઓસ્ટ્રેલિયા યુક્રેનની પડખે -હવે ઈયુ દેશો પણ ફાઈટર જેટ મોકલશે
- યુક્રેનને પહોંચશે અનેક દેશોની મદદ
- હથિયારો સહીત ફાઈટર જેટ પણ યુક્રેને મોકલાશે
- યુેસ,જર્મની ,ઓસ્ટ્રેલિયા બાદ હવે ઈયું દેશ પણ કરશે મદદ
દિલ્હીઃ- રશિયાએ કરેલા યુક્રેન પર હુમલાને લઈને નિશ્વભરના દેશો હવે યુક્રેનને સાથ સહકાર આપવા આગળ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારે યુક્રેનને અનેક દેશઓ હથિયારોની પણ મદદ મોકલવા માટે રાજી થાય છે,
આ સાથે જ યુરોપિયન યુનિયન દેશો રશિયન હવાઈ અને જમીન હુમલાનો સામનો કરવામાં મદદ કરવા યુક્રેનને “લડાકૂ જેટ” મોકલશે. બ્લોકના વિદેશ નીતિના વડા જોસેપ બોરેલે જણાવ્યું હતું કે કિવની માંગ પર આ મદદ પૂરી પાડવામાં આવશે. મદદના મામલે તેમણે કહ્યું, “અમે ફાઇટર જેટ પણતેઓને મોકલીશું . અમે માત્ર ગોળા બારુદ જ નહી પરંતુ અમે યુદ્ધમાં જવા માટે વધુ મહત્વપૂર્ણ શસ્ત્રો પૂરા પાડી રહ્યા છીએ.”
આથી વિશેષ બોરેલે જણાવ્યું હતું કે યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ યુરોપિયન યુનિયનને જણાવ્યું હતું કે, “તેમને યુક્રેનિયન સૈન્ય ચલાવવા માટે સક્ષમ એવા ફાઇટર જેટની જરૂર છે… બહુ ઓછા સભ્ય દેશો પાસે આવા ફાઈટર વિમાન છે.”
યુએસ કરશે મદદ – આ સાથે જ યુએસએ પ્રથમ વખત યુક્રેનને સ્ટિંગર મિસાઇલોની સીધી સપ્લાયને મંજૂરી આપી છે. તે વ્હાઇટ હાઉસ દ્વારા મંજૂર કરાયેલા પેકેજનો એક ભાગ છે. આ પુરવઠો ક્યારે કરવામાં આવશે તે હજુ સુધી જાણી શકાયું નથી.
સ્વીડન ફિનલેન્ડ પણ યુક્રેનને કરશે મદદ – સ્વીડન અને ફિનલેન્ડે પણ કહ્યું હતું કે તેઓ યુક્રેનને ટેન્ક વિરોધી શસ્ત્રો, હેલ્મેટ અને સુરક્ષા કવચ સહિત લશ્કરી સહાય મોકલશે.
સ્વીડનના વડા પ્રધાન મેગડાલેના એન્ડરસન અને સંરક્ષણ પ્રધાન પીટર હલ્ટક્વીસ્ટે રવિવારે જણાવ્યું હતું કે સ્ટોકહોમ યુક્રેનની સૈન્યની મદદ માટે 5,000 ટેન્ક વિરોધી શસ્ત્રો, 5,000 હેલ્મેટ, 5,000 બખ્તર અને 1 વાખ 35 હજાર ફિલ્ડ રાશન મોકલશે.
આ સાથે જ સહાય તરીકે બે ઇમરજન્સી મેડિકલ કેર સેન્ટરોમાં સાધનો પણ પુરા પાડશે ,ઉલ્લેખનીય છે કે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યાને આજે સતત 5મો દિવસ છે ત્યારે પણ તેઓ હુમલો કરી જ રહ્યા છે જેને લઈને યુક્રેનને અનેક ગણી મદદની આવશ્યક્તાઓ ઊભી થઈ છે ત્યારે દુનિયાના અનેક દેશો યુક્રેનની પડખે આવવા તૈયાર થયા છે.
યુક્રેનની મદદે જર્મની – આ પહેલા જર્મનીએ જાહેરાત કરી હતી કે તે યુક્રેનને 500 સ્ટિંગર મિસાઈલ અને અન્ય હથિયારો સપ્લાય કરશે. હાઇ સ્પીડ સ્ટિંગર્સ ખૂબ જ સચોટ છે અને તેનો ઉપયોગ હેલિકોપ્ટરને શૂટ કરવા માટે થાય છે. યુક્રેનના અધિકારીઓ આ શક્તિશાળી હથિયારો પ્રદાન કરવા વિનંતી કરી રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયા પણ ઘાતક હથિયારો મોકલશે યુક્રેનને – એસ્ટોનિયા જાન્યુઆરીથી યુક્રેનને સ્ટિંગર્સ પણ પ્રદાન કરી રહ્યું છે. વધુમાં, ઓસ્ટ્રેલિયન સરકારે પણ સોમવારે જાહેરાત કરી હતી કે તે રશિયન આક્રમણ સામે યુક્રેનને મદદ કરવા માટે ઘાતક લશ્કરી શસ્ત્રો પ્રદાન કરશે, પરંતુ તે કયા શસ્ત્રો પ્રદાન કરશે તે સ્પષ્ટ કર્યું નથી.