- ગુગલના સીઈઓની થશે પૂછપરછ
- માહિતીને ટ્રેક કરવાનો આરોપ
દિલ્હીઃ- ગુગલ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ યૂઝ થયુ સર્ચબાર છે અને તે ઘણા કારણો સર ઘણી વખત વિવાદમામ પમ જોવા મળે છે ત્યારે ફરી એક વખત ગુગલના સીઈઓ સુંદર પીચાઈનું નામ ચર્ચામામં આવ્યું છે.ગૂગલના સીઈઓ સુંદર પિચાઈની ગેપ્રાઈવસી કેસમાં પૂછપરછ થઈ શકે છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કેલિફોર્નિયાના એક ફેડરલ ન્યાયાધીશે વાદીઓ દ્વારા દાખલ કરાયેલા મુકદ્દમાની સુનાવણી દરમિયાન આ ચુકાદો આપ્યો હતો. વાદીએ ઈન્ટરનેટ ઉપયોગના ગેરકાયદેસર ટ્રેકિંગનો તેમના પર આરોપ લગાવ્યો છે. જજ આ મામલે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને બે કલાક સુધી પૂછપરછ કરી શકે છે.
સેન જોસ, કેલિફોર્નિયામાં સોમવારે તેમના આદેશમાં, યુએસ મેજિસ્ટ્રેટ જજ સુસાન વેન કેયુલેને કહ્યું, “કેટલાક દસ્તાવેજો દર્શાવે છે કે સુંદર પિચાઈ દ્વારા ચોક્કસ સંબંધિત માહિતી શેર કરવામાં આવી હતી.” આથી વાદીના વકીલો વતી અરજી કરવામાં આવી હતી અને તેઓએ તેની પૂછપરછકરવી જ જોઈએ. ગૂગલે આ પહેલા સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ખાવગી માત્ર ડેટાને ઈન્ટરનેટ યુઝરના ડિવાઈસમાંથી ડેટાને સેવ થવાથી અટકાવે છે.
ઉલ્લેખનીય છે કે જૂન 2020માં દાખલ કરાયેલાકેસમાં, યુઝર્સે ગૂગલ પર આરોપ મૂક્યો હતો કે ગૂગલ ક્રોમ બ્રાઉઝર પ્રાઈવેટ મોડ પર સેટ હતું ત્યારે ઈન્ટરનેટ વપરાશને ટ્રેક કરીને તેમની પ્રાઈવસી પર ગેરકાયદેસર રીતે આક્રમણ કર્યુ છે. વાદીઓ દલીલ કરી રહ્યા છે કે સુંદર પિચાઈને ક્રોમ બ્રાઉઝર અને પ્રાઈવસી સંબંધિત બાબતોની નોંધપાત્ર જાણકારી છે.માટે આ બાબતે તેમની ચટોક્કસ પૂછપરછ થવી જોઈએ