વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામેની લડાઈને લઈને મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે ભારત, ઈરાન, રશિયા અને તુર્કી જેવા દેશોએ ક્યારેકને ક્યારેક અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ સામે લડવું પડશે. તેમણે કહ્યુ છેકે માત્ર અમેરિકા જ માત્ર સાત હજાર માઈલ દૂર આતંકવાદસામે લડવાનું કામ કરી રહ્યું છે. તેમણે ક્હ્યુ છે કે બાકીના દેશ હાલ અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓની વિરુદ્ધની લડાઈ માટે ઘણી ઓછી કોશિશ કરી રહ્યા છે.
અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટના ફરીથી ઉભારના સવાલ પર ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કહ્યુ છે કે ક્યારેકને ક્યારેક રશિયા, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, તુર્કીએ પોતાની લડાઈ લડવી પડશે. અમે સંપૂર્ણપણે ખિલાફતને ખતમ કરી દીધી છે. મે આ રેકોર્ડ સમયમાં કર્યું છે, પરંતુ આ તમામ અન્ય દેશ જ્યાં ઈસ્લામિક સ્ટેટ ઉભરી રહ્યું છે, ક્યારેકને ક્યારેક તેનાથી પ્રભાવિત થયા છે. આ તમામ દેશોએ તેમની સામે લડવું પડશે, કારણ કે શું અમે વધુ 19 વર્ષ ત્યાં રોકાવા ચાહીએ છીએ? હું નથી માનતો કે આમ છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે અમેરિકા સાત હજાર માઈલ દૂર હોવા છતાં અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ સામે લડી રહ્યું છે. જ્યારે ભારત અને પાકિસ્તાન નજીક હોવા છતાં આમ કરી રહ્યા નથી. તેમણે કહ્યુ છે કે જોવો ભારત ત્યાં છે, પરંતુ તે લડાઈ લડી રહ્યું નથી. અમે લડી રહ્યા છીએ. પાકિસ્તાન તો અફઘાનિસ્તાનનું પાડોશી છે, પરંતુ તે પણ આ લડાઈમાં થોડુંઘણું જ ભાગ લઈ રહ્યું છે, અને આ બેહદ ઓછું છે. આ સાચી વાત છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકા હાલ અફઘાનિસ્તાનથી નીકળવાની કોશિશમાં છે, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા લાગે છે કે આમ કરવું તેના માટે આસાન નહીં થાય.