અમેરિકાઃ મ્યુઝિક કોન્સર્ટમાં અંધાધૂંધ ફાયરિંગ,પોલીસકર્મી સહિત અનેક ઘાયલ
- ગોળીબારની ઘટનાથી ફરી હચમચ્યું અમેરિકા
- મ્યુઝિક કોન્સર્ટમાં અંધાધૂંધ ફાયરિંગ
- પોલીસકર્મી સહિત અનેક ઘાયલ
દિલ્હી:ગોળીબારની ઘટનાથી અમેરિકા ફરી હચમચી ગયું છે.આ ગોળીબાર વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે થયો હતો.જેમાં એક પોલીસકર્મી સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. ફાયરિંગની ઘટના સંગીત કાર્યક્રમ દરમિયાન બની હતી.આ કોન્સર્ટ Juneteenth ની ઉજવણી માટે થઈ રહ્યો હતો. ફાયરિંગની ઘટના 14th અને U Street વિસ્તારમાં બની હતી.
નવીનતમ માહિતી અનુસાર, પોલીસકર્મી સહિત કુલ ચાર લોકોને ગોળી વાગી છે.આ વિસ્તારમાં ભીડ હતી તેથી પોલીસકર્મીએ ત્યાં ગોળીબાર કર્યો ન હતો.ઘાયલોમાં એક 15 વર્ષનો છોકરો પણ સામેલ છે.
અમેરિકામાં આવા ગોળીબારની ઘટનાઓ વધી રહી છે. રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે,બાળકો અને પરિવારોની સુરક્ષા માટે આવા હથિયારો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.બાઈડેન આગામી દિવસોમાં બંદૂક ખરીદવાની ઉંમર 18 થી વધારીને 21 વર્ષ કરી શકે છે