દિલ્લી: અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રીય પ્રમુખ ડો બાઈડેન દ્વારા તાજેતરમાં ચીનની વિરોધમાં નિવેદન આપ્યું હતું. દરમિયાન અમેરિકાના વર્તમાન US ઈન્ટેલિજન્સ ડિરેક્ટર જૉન રેટક્લિફે પણ ચીન સામે આકરા પ્રહાર કર્યાં છે. તેમજ ચીન દ્વિતીય વિશ્વયુદ્ધ બાદથી અમેરિકા અને બાકીના અન્ય દેશો માટે અત્યાર સુધીનો સૌથી મોટો ખતરો હોવાનો આક્ષેપ કર્યો હતો.
રેટક્લિફે કહ્યું હતું કે, US ઈન્ટેલિજન્સ સ્પષ્ટ છે કે બેઇજિંગનો ઇરાદો અમેરિકા અને બાકી દુનિયા પર આર્થિક, સૈન્ય અને ટેકનોલોજીથી દબદબો બનાવવાનો છે. ચીનના અનેક મોટા પગલા અને અનેક મોટી કંપનીઓ ફક્ત ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટીની ગતિવિધિઓનું ખોટું રૂપ છે. ચીને અમેરિકાની કંપનીઓની બૌદ્ધિક સંપત્તિઓ ચોરી છે, તેમની ટેકનોલોજીની પ્રતિકૃતિયો તૈયાર કરી અને પછી બજારમાં અમેરિકન કંપનીઓની જગ્યા લઇ લીધી છે.
ઉલ્લેખનીય છે કે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન એ વાતથી સહમત છે કે ચીન આંતરરાષ્ટ્રીય વેપારના નિયમોનું પાનલ કરતું નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ઈલેક્શન પહેલા ચીની વિશ્વલેષકો તથા ચીનના અન્ય સરકારી અધિકારીઓ દ્વારા પણ એવી આશા રાખવામાં આવી રહી હતી કે ચૂંટણીમાં જો બાઈડનની જીત થાય. હાલ હવે તેઓ આશા રાખી રહ્યા છે કે જો બાઈડનના આવવાથી ચીન અને અમેરિકાના સંબંધો વધારે સુધરી શકે છે અને ચીન ફરીવાર ટ્રેડવોર બાબતે રાહતનો શ્વાસ લઈ શકે તેમ છે.