- અમેરિકાએ તેના નાગરિકો માટે નવી ગાઈડલાઈન જારી કરી
- ભારત-પાકિસ્તાન બોર્ડર પર યાત્રા ન કરવાની સલાહ આપી
દિલ્હી- અમેરિકા અવાર નવાર નવી માર્ગદર્શિકા રજૂ કરી પોતાના નાગરિકોને સતર્ક કરતું રહે છે આજ શ્રેણીમાં હવે વિતેલા દિવસને મંગળવારે નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે,જેમાં તેના નાગરિકોને ભારતની મુસાફરી કરતી વખતે “વધુ સાવધાની” રાખવા વિનંતી કરી છે. સાથે જ તેમને જમ્મુ-કાશ્મીર અને ભારત-પાકિસ્તાન સરહદની 10 કિમીની અંદર મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.
જો કે, અમેરિકા તેના નાગરિકોને જમ્મુ-કાશ્મીર અને ભારત-પાક બોર્ડર પર મુસાફરી ન કરવા માટેની સલાહ આપી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેની નવી જારી કરેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં કહ્યું છે કે આ દિવસોમાં અપરાધ અને આતંકવાદને કારણે ભારતની મુશ્કેલીઓ થોડી વધી ગઈ છે આ સાથે જ કહ્યું છે કે ખાસ કરીને એલઓસી પર અને કાશ્મીર ખીણના પ્રવાસન સ્થળો જેમ કે શ્રીનગર, ગુલમર્ગ અને પહેલગામમાં છૂટાછવાયા હિંસા થઈ રહી છે.જેને લઈને અમેરિકી નાગરિકોને આસપાસ યાત્રા ન કરવા જણાવ્યું છે.
આ સહીત કહ્ભાું છે કે રત સરકાર વિદેશી પ્રવાસીઓને એલઓસીના અમુક વિસ્તારોની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂકે છે. ભારત અને પાકિસ્તાન સરહદની બંને બાજુએ મજબૂત સૈન્ય હાજરી ધરાવે છે. આ કારણે અમેરિકાએ પોતાની નવી ટ્રાવેલ એડવાઈઝરીમાં પોતાના નાગરિકો માટે આ સૂચનાઓ જારી કરી છે.
યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનએ સોમવારે ભારત માટે તેની કોરોના ટ્રાવેલ એડવાઈઝરીમાં ઘણી રાહત આપી દીધી છે. જે ઉચ્ચ જોખમથી સ્તર 1 એટલે કે ઓછું જોખમ તરીકે જાહેર કર્યું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે કહ્યું છે કે સીડીસીએ કોવિડ-19ને કારણે લેવલ 1 ટ્રાવેલ હેલ્થ નોટિસ જારી કરી છે, જે દેશમાંકોરોનાનું નીચું સ્તર દર્શાવે છે. અમેરિકાને પણ લાગી રહ્યું છે કે ભારતમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે.