Site icon Revoi.in

અમેરિકામાં 2022 ની ઓલમ્પિકનો બહિષ્કાર કરવાની માંગ,ભારતવંશી સાંસદો સહિત ઘણા નેતાઓએ ચીનને તેનું કારણ જણાવ્યું

Social Share

દિલ્લી: અમેરિકા અને ચીન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.હવે ચીન પર માનવાધિકારોનો ઘોર ઉલ્લંધનનો આરોપ લગાવતા ભારતવંશી અમેરિકી સાંસદ નિક્કી હેલી સહીત શીર્ષ રિપબ્લિકન નેતાઓએ અમેરિકાથી ચીનમાં આયોજિત થઇ રહેલા 2022 શીતકાલીન ઓલમ્પિકનો બહિષ્કાર કરવાની માંગ કરી છે.

આ નેતાઓએ આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિથી કાર્યક્રમના આયોજન માટે એક નવું સ્થળ પસંદ કરવા હાકલ કરી છે. જો કે વ્હાઇટ હાઉસે કહ્યું કે, હાલમાં નેતાઓની માંગ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત હેલીએ કહ્યું કે, આ વાત કોઈથી છુપાયેલ નથી કે, ચીન તેના ‘વ્યાપક કમ્યુનિસ્ટ દુષ્પ્રચાર અભિયાન’હેઠળ શીતકાલીન ઓલમ્પિકનો ઉપયોગ કરવા માંગે છે.

હેલીએ શુક્રવારે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ જો બાઇડેને રમતનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી,જેના માટે તેમણે અભિયાનની શરૂઆત કરી છે. રિપબ્લિકન નેતાએ કહ્યું કે,”અમે ચુપચાપ બેસીને જોતા નહીં રહીએ. અમારા માનવાધિકારના ઘોર ઉલ્લંઘનને છુપાવવા માટે શીતકાલીન ઓલમ્પિકના આયોજનનો ઉપયોગ કરે તેને લઇને બાઇડેનને એક પત્ર પણ લખવામાં આવ્યો હતો,જેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ચીન માનવાધિકારનું ઉલ્લંઘન કરે છે. તેથી ઓલમ્પિક આયોજનનું સ્થળ બદલવું જોઈએ

સીનેટર રિક સ્કોટે રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં ચીનમાં માનવાધિકારોના ઉલ્લંઘનો અને અત્યાચારો પર ચર્ચા માટે એક બેઠક બોલાવવાનો અનુરોધ કર્યો છે.અને આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ પાસેથી 2022 ના શીતકાલીન ઓલમ્પિકના આયોજન માટે એક નવું સ્થળ પસંદ કરવા માટે હાકલ કરી છે. અમેરિકા સહિતના ઘણા દેશ આ પહેલા પણ ચીન પર માનવાધિકારના ઉલ્લંઘનનો આરોપ લગાવી ચૂક્યા છે. ચીન પર તેના શિજિઆંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમોની હત્યાકાંડનો પણ આરોપ છે. હાલમાં,કેનેડાએ ચીનને નરસંહાર તરીકે વર્ણવ્યું હતું.