નરેન્દ્ર મોદી અને હિન્દુત્વ વિરુદ્ધ ઝેર ઓકનારા ઈમરાન ખાનના નિવેદન ઉપર અમેરિકાના મીડિયાએ ફિરવી કાતર
દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકી ટીવી ચેનલ એબીઓને આપેલું ઈન્ટવ્યું હાલ ચર્ચાનો મદ્દો બન્યો છે. ઉઈગર મુસ્લિમ, સીઆઈએ ડ્રોન અને બળાત્કાર પર વિવાદીત નિવેદન કરીને વિવાદમાં ઘેરાયેલા ઈમરાન ખાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હિન્દુત્વ વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. જો કે, અમેરિકી ટીવી ચેનલે એ હિસ્સાને એટિડ કરી નાખ્યો છે. કહેવાય રહ્યું છે કે, લગભગ 82 મિનિટનું ઈન્ટરવ્યું 13 મિનિટનું કરી નાખવામાં આવ્યું છે.
પાકિસ્તાની ટીવી ચેનલ એઆરવાય અનુસાર ઈમરાન ખાને ભારતની સ્થિતિ માટે હિન્દુત્વને જવાબદાર ઠરાવ્યું હતું. એટલું જ નહીં પીએમ મોદીના વિરુદ્ધ પણ નિવેદન કર્યું હતું. જો કે, ઈમરાન ખાનના આ નિવેદનને ટીવી ચેનલે સેન્સર કરી નાખ્યું છે. અમેરિકી ટીવી ચેનલના આ નિર્ણયથી ઈમરાન ખાન સરકારે નારાજગી વ્યક્ત કરી છે. પીએમ કાર્યાલય દ્વારા ટીવી ચેનલ પાસે ઈન્ટરવ્યુ એડિટ કરવા મુદ્દે ખુલાસો માંગવામાં આવ્યો છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાતે મહિલાઓ અને બળાત્કાર મુદ્દે અયોગ્ય નિવેદન કર્યું હતું. જેને પણ અમેરિકી ટીવી ચેનલે સેન્સર કરી નાખ્યું છે. દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય દ્વારા ઈમરાન ખાનનું પુરુ ઈન્ટરવ્યુ જાહેર કરવામાં આવ્યું છે. મજાની વાત એ છે કે, ઈન્ટરવ્યુ લેનાર પત્રકારે પણ ઈમરાન ખાનને પ્લેયબોય કહીને આડકતરો પ્રહાર કર્યો હતો. પાકિસ્તાનના પીએમ કાર્યાલયે તે પણ જાહેર કર્યું છે. ઈમરાન ખાનનું ઈન્ટરવ્યુ લેનાર પત્રકારે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના પીએમઓ દ્વારા સમગ્ર ઈન્ટરવ્યુ જાહેર કરવું ચોંકાવનારી ઘટના છે.