Site icon Revoi.in

અમેરિકા: ફાઈઝરની ટેબ્લેટ પૈક્સલોવિડને મળી મંજૂરી, 12 કે તેથી વધુ ઉંમરના કોરોના સંક્રમિત લોકોમાં મૃત્યુના જોખમ ઘટાડશે

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર વિશ્વભરમાં કોરોના મહામારીમાં રસીથી લઈને કોરોનામાં કામ લાગતી દવાઓને લઈને ઘણી સફળતાઓ મળી છે ત્યારે હવે અમેરિકા એફડીએએ બુધવારે કોરોના મહામારી સામેની લડાઈ માટે ફાઈઝરની ગોળી પૈક્સલોવિડને મંજૂરી આપી છે.આ સાથે જ  હવે પૈક્સલોવિડ ટેબ્લેટનો ઉપયોગ 12 વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં કોવિડ સંક્રમણની સારવારમાં થઈ શકે છે. જોકે, તેને ભારતમાં ઉપલબ્ધ થવામાં હજુ સમય લાગશે.

ઉલ્લેખનીય છે કે આ પ્રથમ દવા છે જે  સંક્રમિત દર્દીઓ હવે તેમની સારવાર માટે હોસ્પિટલમાંથી બહાર રહેવા માટે ઘરે લઈ શકે છે. તે કોરોના વાયરસ સામેની લડાઈમાં ફાઈઝરની પૈક્સલોવિડ ટેબ્લેટનો ઉપયોગ કરી શકશે. આ ગોળી કોવિડ મહામારીમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે, જે લાખો લોકોની સારવારમાં ખૂબ આગળ વધશે.

અમેરિકાએ પૈક્સલોવિડ નામની ટેબલેટ બનાવીને કોરોના સામે લડી રહેલા લોકોમાં મૃત્યુનું જોખમ ઘટાડવાનો દાવો કર્યો છે. એફડીએના વૈજ્ઞાનિક પેટ્રિઝિયા કેવાઝોનીએ જણાવ્યું હતું કે, વિશ્વના ઘણા દેશોમાં કોવિડનું સ્વરૂપ બની ચૂકેલા કોરોના વાયરસની સારવાર માટે એક ટેબલેટ સફળતાપૂર્વક તૈયાર કરવામાં આવી છે. કોરોના સામેની વૈશ્વિક લડાઈમાં આ એક ઐતિહાસિક પગલું છે.

આ સાથે જ આ ટેબ્લેટને લઈને દાવો કરવામાં આવ્યો છે કે, ટેબ્લેટ મૃત્યુના જોખમને 88 ટકા સુધી ઘટાડી શકે છે. ઓમિક્રોન વેરિઅન્ટ હમણાં જ શોધી કાઢવામાં આવ્યું છે. એટલા માટે કંપનીએ હજુ સુધી તેનું પરીક્ષણ કર્યું નથી. જો કે, આ દરમિયાન, નિષ્ણાતો કહે છે કે ટેબ્લેટની કાર્ય કરવાની રીત એન્ટિબોડીઝ અથવા રસીઓથી થોડી અલગ હોવાથી, આ ટેબલેટ માત્ર ઓમિક્રોન જ નહીં, કોરોનાના કોઈપણ પ્રકાર સામે અસરકારક રહેશે.

આ સાથે જ આ દવાને લઈને ફાઈઝરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને પ્રેસિડેન્ટ આલ્બર્ટ બોરુલાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા 2 હજાર 200 લોકો પર આ ટેબલેટનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાં ઘણા સારા પરિણામો જોવા મળ્યા છે.