Site icon Revoi.in

US: ઈલેક્ટ્રિક પોલ સાથે પ્લેન અથડાયું,90 હજાર ઘરોની વીજળી ગુલ

Social Share

દિલ્હી:અમેરિકાના મેરીલેન્ડમાં મોન્ટગોમેરી કાઉન્ટીમાં રવિવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક નાનું પ્લેન ક્રેશ થયું અને ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયું.જેના કારણે સમગ્ર વિસ્તારમાં વીજળીની મોટી કટોકટી સર્જાઈ છે.મોન્ટગોમેરીમાં લગભગ એક ક્વાર્ટર એટલે કે 90 હજાર ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ.

મોન્ટગોમરી કાઉન્ટી પોલીસે જણાવ્યું હતું કે,રોથબરી ડો અને ગોશેન રોડ પર એક નાનું વિમાન પાવર પોલ સાથે અથડાયું હતું.જેના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.અહીં ઈલેક્ટ્રીક વાયર હોવાના કારણે આ વિસ્તારમાં જવાનું ટાળો.

કહેવામાં આવી રહ્યું છે કે,ખરાબ હવામાન વચ્ચે આ દુર્ઘટના બની હતી.વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.જોકે, પ્લેન ક્રેશ થવાનું કારણ સામે આવ્યું નથી.આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.