Site icon Revoi.in

માર્શલ દ્વીપસમૂહો ખાતે પાંચ હાઈપર સોનિક વેપન્સ સિસ્ટમના પરીક્ષણની તૈયારીમાં અમેરિકા

Social Share

અમેરિકાના સૈન્ય દળો સેન્ટ્રલ પેસિફિક મહાસાગરમાં આવેલા માર્શલ દ્વીપસમૂહ ખાતે હાઈપર સોનિક વેપન્સ સિસ્ટમના પરીક્ષણોની તૈયારીમાં છે. અમેરિકા માર્શલ દ્વીપસમૂહ ખાતે હાઈપર સોનિક વેપન્સ સિસ્ટમ્સના પાંચ પરીક્ષણ પ્રોગ્રામની યોજના બનાવી રહ્યું છે. અમેરિકાની સ્પેસ આર્મી અને મિસાઈલ કમાન્ડના ચીફ લેફ્ટિનેન્ટ જનરલ જેમ્સ ડિસ્કિનસને બુધવારે અમેરિકન કોંગ્રેસ સામે રજૂ કરેલી પોતાની વાતમાં આના સંદર્ભે જાણકારી આપી હતી.

અમેરિકન કોંગ્રેસની આર્મ્ડ સર્વિસિસ સ્ટ્રેટજીક સબકમિટીને લેફ્ટિનેન્ટ જનરલ ડિસ્કિનસને કહ્યુ હતુ કે આરટીએસ એટલે કે રોનાલ્ડ રેગન બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ ટેસ્ટ સાઈટ ખાતે હાલ પાંચ સક્રિય હાઈપર સોનિક ટેસ્ટ પ્રોગ્રામ તેના વિવિધ તબક્કાઓમાં છે.

રોનાલ્ડ રેગન બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ ટેસ્ટ સાઈટ એટલે કે આરટીએસ અમેરિકન સેનાના માર્શલ ટાપુસમૂહ પર આવેલા ક્વાજાલેન અટોલ સૈન્ય થાણા ખાતે આવેલી છે. લેફ્ટિનેન્ટ જનરલ ડિસ્કિનસને કહ્યુ છે કે ભૌગોલિક અંતરિયાળપણું અને કોમ્પ્લેક્સ સેન્સર સ્યૂટને કારણે આરટીએસ હાઈપરસોનિક સિસ્ટમના ટેસ્ટની યોજના માટે ઘણી મહત્વપૂર્ણ છે.

લેફ્ટિનેન્ટ જનરલ ડિસ્કિન્સને કહ્યુ છે કે આરટીએસ ખાતે આક્રમક અને સંરક્ષણાત્મક એમ બંને પ્રકારની પરીક્ષણાત્મક જરૂરિયાતોને અનુલક્ષીને કરવામાં આવતા પરીક્ષણો માટે વ્યવસ્થા પુરી પાડે છે. જેમાં ગ્રાઉન્ડ બેસ્ડ મિડ-કોર્સ ડિફેન્સ જીએમડી અને યુએસ એરફોર્સ સ્ટ્રેટજીક બેલેસ્ટિક મિસાઈલ સિસ્ટમ્સનો પણ સમાવેશ થાય છે.