અમેરિકા : આઝાદીની 246મી વર્ષગાંઠ નિમિતે PM મોદીએ રાષ્ટ્રપતિ બાઈડેન અને અમેરિકન લોકોને અભિનંદન આપ્યા
- અમેરિકા આઝાદીની 246મી વર્ષગાંઠની કરી રહ્યું છે ઉજવણી
- PM મોદીએ આપ્યા અભિનંદન
- રાષ્ટ્રપતિ બાઈડેન અને અમેરિકન લોકોને પાઠવ્યા અભિનંદન
દિલ્હી:અમેરિકા તેના સ્વતંત્રતા દિવસની 246મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે.આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને અમેરિકન લોકોને અભિનંદન પાઠવ્યા છે.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું કે, ‘યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના 246માં સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને અમેરિકાના લોકોને મારી હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.’અમેરિકા 4 જુલાઈ, 1776 ના રોજ બ્રિટનથી સ્વતંત્રતા મળી.
246મી આઝાદીને ધ્યાનમાં રાખીને સમગ્ર અમેરિકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.કોરોનાને કારણે બે વર્ષ બાદ બાલ્ટીમોરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.આ પ્રસંગે લોકો ઉજવણીમાં તરબોળ છે. બીજી તરફ, આ અવસર પર રાષ્ટ્રપતિ જો બાઈડેને ટ્વિટ કરીને કહ્યું, ‘4 જુલાઈ આપણા દેશ માટે પવિત્ર દિવસ છે.તે આપણા દેશની ભલાઈની ઉજવણી કરવાનો દિવસ છે.અમેરિકા પૃથ્વી પર એકમાત્ર રાષ્ટ્ર છે જેની સ્થાપના બધા લોકો સમાન છે તેવા વિચાર પર કરવામાં આવી હતી.