Site icon Revoi.in

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે US એ ફરી ભારતના કર્યા વખાણ, કોરોનાની સ્થિતિમાં ભારતના કાર્યની કરી સરહાના – પીએમ મોદીનો પણ માન્યો આભાર

Social Share

દિલ્હીઃ- યુક્રેન પ્રત્યે રશિયાનું વલણ વધુ ક્રમક બની રહ્યું છે, રશિયા દ્રારા સતત હુમલો કરવામાં આવી રહ્યા છે,વિશ્વ આખું જ્યા રશિયાની નિંદા કરી રહ્યું છે ત્યા બીજી તરફ ભારત કી પમ પ્રકારની પ્રતિક્રિયા આપ્યા વગર રશિયાને સમર્થન આપી રહ્યું છે.આ સાથએ જ ભારત સંયુક્ત રાષ્ટ્રમાં ગેરહાજર રહીને સૌથી જૂની મિત્રતાને સતત સમર્થન આપી રહ્યું છે,ત્યારે બીજી તરફ ભારત સાથે જો બાઈડેનથી લઈને ઘણા અધિકારીઓ અને સેનેટરો  તેમની નવી મિત્રતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના એક ટોચના સેનેટરે બુધવારે અહીં કહ્યું કે અમેરિકા બંને દેશો વચ્ચે વધતી મિત્રતા માટે ભારતના લોકો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આભારી છે.નજીકના પૂર્વ, દક્ષિણ એશિયા, મધ્ય એશિયા અને આતંકવાદ વિરોધી સેનેટ ફોરેન રિલેશન્સ સબકમિટીના અધ્યક્ષ સેનેટર ક્રિસ મર્ફીએ જણાવ્યું હતું કે,યુએસ-ભારત સંબંધો ચોક્કસપણે ક્યારેય વધુ મજબૂત રહ્યા નથી.ત્યારે હવે મજબૂત સંબંધો માટે યુનાઇટેડ સ્ટેટ્સ ભારતના લોકો અને વડા પ્રધાન મોદીના આભારી છે.

મર્ફીએ જણાવ્યું હતું કે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ સ્પષ્ટપણે યુનાઇટેડ સ્ટેટ્સ માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંબંધોને દ્વિપક્ષીય સમર્થન છે.સાથે જ કહ્યું કે  આ દ્વિપક્ષીય સંબંધો સારા કારણોસર વધી રહ્યા છે. હવેથી પાંચ વર્ષ પછી ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. તેમણે કહ્યું કે તે પહેલાથી જ વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ગયા વર્ષે તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા હતી. તેમણે કહ્યું કે ભારત પાસે દુનિયાની બીજી સૌથી મોટી સેના છે. વૈશ્વિક મહામારી દરમિયાન ભારતનો બાયોફાર્માસ્યુટિકલ ઉદ્યોગ યુનાઇટેડ સ્ટેટ્સ અને બાકીના વિશ્વમાં PPE કીટ અને રસીઓના મુખ્ય ઉત્પાદક તરીકે ઉભરી આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે  સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ પર વોટિંગ કરવાથી દૂર રહ્યું. રશિયાએ વીટોનો ઉપયોગ કરીને આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. રશિયાએ તેના સ્ટેન્ડ માટે ભારતનો આભાર માન્યો હતો. સાથે જ અમેરિકાએ પણ કહ્યું કે અમને આનાથી કોઈ સમસ્યા નથી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના પ્રશાસને કહ્યું છે કે ભારતનો રશિયા સાથેનો સંબંધ અમેરિકા અને રશિયાના સંબંધોથી અલગ છે. આમાં ચિંતા કરવા જેવું કંઈ નથી.