Site icon Revoi.in

અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડને મ્યાનમાર સેન્યના અધિકારીઓ અને તેમના પરિવાર પર પ્રતિબંધ લગાવ્યો

Social Share

 

દિલ્હીઃ- દેશની મહાસત્તા ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડેન વહીવટીતંત્ર એ વિતેલા ગદિવસને શુક્રવારના રોજ મ્યાનમારમાં થયેલા બળવા બાદ લોકશાહી સમર્થક વિરોધીઓ પર કડક લવણ અપનાવતા 22 જેટલા વરિષ્ઠ અધિકારીઓ અને તેમના પરિવારના સભ્યો પર પ્રતિબંધ મૂક્યો હતો.

અમેરિકાની સરકારે મ્યાનમાર સૈન્યના સાત સભ્યો અને તેમના પરિવારના 15 સભ્યો પર પ્રતિબંધો જાહેર કર્યો છે, અમેરિકાએ મ્યાનમારમાં ફેબ્રુઆરીના થયેલા બળવા અને દેશમાં વિરોધ પ્રદર્શન કરનારાઓની કાર્યવાહીના જવાબમાં આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સિવાય ત્રણ ઇરાની અધિકારીઓ પર આ પહેલા લગાવવામાં આવેલા પ્રતિબંધોને  હટાવી લેવામાં આવ્યા હતા.

આ સમગ્ર બાબતે અમેરિકાના ટ્રેઝરી વિભાગે કહ્યું કે સેના દ્વારા લોકતંત્રનું દમન અને બર્માના લોકો સામે ક્રુર હિંસાનું અભિયાન સ્વિકારવાને લાયક નથી . એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા મ્યાનમાર સૈન્ય સામે દંડ લાદવાનું પણ ચાલુ રાખશે.

અમેરિકા દ્રારા આ પ્રતિબંધ મ્યાનમારના માહિતી મંત્રી ચિત નેંગ, શ્રમ મંત્રી , સમાજ કલ્યાણ મંત્રી સહિત ઘણા વરિષ્ઠ મંત્રીઓ સામે લાદવામાં આવ્યા છે, અમેરિકાના અધિકારક્ષેત્રમાં આ અધિકારીઓની સંપત્તિઓ પણ પર રોક લગાવવામાં  આવશે અને અમેરિકન લોકો તેમની સાથે કોઈપણ પ્રકારનો વ્યવસાય કરી શકશે નહીં.આમ હવે અમેરિકાએ મ્યાનમારના સેન્ય અધિકારીઓ પ્રત્યે પોતાનું સખ્ત વલણ દાખ્વ્યું છે.