Site icon Revoi.in

G-20 સમિટ પહેલા અમેરિકાએ કહ્યું ‘રાષ્ટ્રપતિ બાઈડન અને પીએમ મોદીની મિત્રતા વ્યવહારીક’

Social Share

દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી અમેરિકા સહીત વિદેશ સાથેના તેમવા સંબંધો ખૂબ જ સારા રહ્યા છે આ સાથે જ દરેક વિદેશમાં પીએમ મોદીની સરહાના પણ થઈ રહી છે ત્યારે હવે અમેરિકા તરફથી ભારત અને અને અમેરિકાની મિત્રતાને લઈને નિવેદન સામે આવ્યું છે.પ્રાપ્ત વિગત પ્રમાણે ઈન્ડોનેશિયાના બાલીમાં G-20 સમિટ પહેલા અમેરિકાએ ભારત વિશે મોટી વાત કહી છે.

ઉલ્લેખનીય છે કે  ઈન્ડોનેશિયાના બાલીમાં G-20 સમિટ પહેલા અમેરિકાએ ભારત વિશે આ મોટી વાત કહી છે. બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટો પહેલા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચે ખૂબ ફળદાયી અને વ્યવહારુ સંબંધ રહ્યો છે.

આથી વિશેષ કહબ્યું કે  બંને નેતાઓ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સમાન હિતો ધરાવે છે અને ભારત-યુએસ ભાગીદારીને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાનો પ્રયાસ કરે છે આ બાબતોને જોતા એમ કહી શકાય કે બંને નેતાઓ વચ્ચે ખૂબ જ ફળદાયી અને વ્યવહારુ સંબંધ છે.

આ વાત ત્યારે કહેવામાં આવી હતી કે જ્યારે વિતેલા દિવસને ગુરુવારના રોજ વ્હાઇટ હાઉસમાં યુએસ NSA જેક સુલિવાન પત્રકારોને સંબોધી રહ્યા હતા તેમણે કહ્યું, “પ્રમુખ જો બાઈડેનનો કાર્યભાર સંભાળ્યા પછી પીએમ મોદી પહેલેથી જ વ્હાઇટ હાઉસ પહોંચ્યા છે. આ સિવાય બંને અનેક પ્રસંગોએ અંગત રીતે પણ મળી ચૂક્યા છે. સાથે જ બંને વચ્ચે ફોન અને વીડિયો દ્વારા પણ વાતચીત થઈ છે.

જેક સુલિવાને કહ્યું કે, રાષ્ટ્રપતિ જો બિડેન આ વખતની જી-20 સમિટમાં વડાપ્રધાન મોદીનું સ્થાન  જોવા માટે આતુર છે. કારણ કે આવતા વર્ષે ભારત જી20 સમિટની અધ્યક્ષતા કરશે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવે તેવી પણ શક્યતાઓ છે.ઉલ્લેખની છે  કે ઇન્ડોનેશિયાના બાલીમાં 15 અને 16 નવેમ્બરે G-20 સમિટ યોજાનાર છે એ પહેલા અમેરિકાનું આ નિવદેન સામે આવ્યું છે.