Site icon Revoi.in

ગાઝા હોસ્પિટલ પર હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનની અરબ નેતાઓ સાથેની બેઠક રદ્દ

navbharattimes.indiatimes.com

Social Share

દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ એક અલગ જ તબક્કે પહોંચી ગયો છે. ગાઝામાં હોસ્પિટલ પર થયેલા હુમલામાં લગભગ 500 લોકોના મોતને લઈને ઈઝરાયેલ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ હુમલાએ “ઇઝરાયેલના પોતાનો બચાવ કરવાના અધિકાર” માટે સમર્થન મેળવવા માટે યુએસની આગેવાની હેઠળના રાજદ્વારી પ્રયાસોને પાટા પરથી ઉતારી દીધા છે. જોર્ડનના અમ્માનમાં યુએસ પ્રમુખ જો બાઈડેન અને અન્ય નેતાઓ વચ્ચેની શિખર બેઠક રદ કરવામાં આવી છે. બાઈડેન આજે ઇઝરાયેલ માટે સમર્થન વ્યક્ત કરવા એકતા મુલાકાતે ઇઝરાયેલ પહોંચશે. હમાસ અને ઈઝરાયેલ ગાઝા હોસ્પિટલમાં થયેલા ઘાતક વિસ્ફોટ માટે એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યા છે.

જોર્ડનના વિદેશમંત્રી અયમાન સફાદીએ કહ્યું, “જોર્ડનના રાજા અબ્દુલ્લા, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી અને પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે અમ્માનમાં બાઈડેનની સમિટ રદ કરવામાં આવી છે.”

7 ઑક્ટોબર ના ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલા બાદ બાઈડેન હમાસને ખતમ કરવા માટે ઈઝરાયેલના આહ્વાનને સમર્થન આપી રહ્યા છે જેમાં 1,300 થી વધુ લોકો માર્યા ગયા હતા અને કહેવાય છે કે 200 થી 250 ઈઝરાયેલીઓને બંધક તરીકે ગાઝા લેવામાં આવ્યા હતા.હમાસે મંગળવારે ગાઝા શહેરની અલ અહલી હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટ માટે તાત્કાલિક ઇઝરાયેલી હવાઈ હુમલાને જવાબદાર ઠેરવ્યા હતા. પરંતુ ઈઝરાયેલે આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે ઈસ્લામિક જૂથના રોકેટના કારણે વિસ્ફોટ થયો હતો.