- અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ
- નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પ નોમિનેટ
- યૂએઈ અને ઈઝરાયલ વચ્ચે શાંતિ સમજોતા માટે આ પદરખાસ્ત કરવામાં આવી
અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. યૂએઈ અને ઈઝરાયલ વચ્ચે શાંતિ સમજોતા કરાવવા માટે આ પરખાસ્ત કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ 2021ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.
અમેરીકી મીડિયાના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પને નોર્વે સંસદના ક્રિશ્ચિયન તાઈબ્રિંગ તરફથી આ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના સતત તેમના તરફથી વખાણ કરવામાં આવ્યા હતા,દાવો કરવામાં આવ્યો હતો કે, ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે.
ફોક્સ ન્યૂઝ અનુસાર ટાયબ્રિંગ એ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચેની લાંબી ચાલી રહેલી દુશ્મનાવટનો અંત લાવી દીધો છે. જે કોઈપણ પ્રકારના શાંતિ પુરસ્કાર માટે પૂરતું છે.
ક્રિશ્ચિયન તાઈબ્રિગ નોર્વેની સંસદમાં ચાર વખત સભ્ય રહી ચૂક્યા છે અને નાટોની સંસદીય વિધાનસભાનો પણ તેઓ ભાગ છે. આ સાથે જ તાઈબ્રિંગે દાવો કર્યો છએ કે, ટ્રમ્પે જમ્મુ-કાશ્મીરને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદના સમાધાન માટેના પ્રયત્નો થાય, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેની દુશ્મનીને નાબૂદ કરવા અને ઉત્તર કોરિયા દ્વારા અણુ શસ્ત્રોના મુદ્દાનું સમાધાન લાવવાના પ્રયત્નો કર્યા છે
ઉલ્લેખનીય છે કે આ વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણીઓ યોજાવાની છે, આવી સ્થિતિમાં તેમને આ નામાંકનનો ફઆયદો પણ થઈ શકે છે. આ અગાઉ યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જોકે, આ પહેલી વાર નથી કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને આ એવોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યા હોય, કિમ જોંગ ઉન સાથે 2018 માં સમ્મેલન કરવા પર પણ ટ્રમ્પને નામાંકિત કરવામાં આવ્યા હતા. જો કે તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પને આ સન્માન નહોતું મળ્યું.
સાહીન-