અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી, યુટ્યબે પણ એકાઉન્ટ બેન કર્યુ
દિલ્હીઃ અમેરિકી સંસદ ઉપર કહેવાતા ટ્રમ્પના સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલાના પગલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં વધારો થયો છે. ટ્વીટર અને ફેસબુક બાદ હવે યુટ્યબે પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બેન કર્યુ હોવાનું જાણવા મળે છે. ગૂગલે યુટ્યુબને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિશ્યલ ચેનલ બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો હતો. હવે ઓછામાં ઓછા સાત દિવસ સુધી આ ચેનલ પર વીડિયો અપલોડ નહીં કરી શકાય.
અમેરિકામાં હિંસા ફેલાવવાના આરોપોનો સામનો કરી રહેલા ટ્રમ્પના એકાઉન્ટ બ્લોક વિશેની માહિતિ ગૂગલે ટ્વિટ વડે આપી હતી, તેમણે ટ્વિટ કરીને કહ્યું કે પોલિસી ઉલ્લંઘન અને સંભવિત હિંસાને ધ્યાને રાખીને અમે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યુ છે. જેના પર હવે નવું કંટેટ અપલોડ નહીં થઇ શકે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ટ્વિટર અને ફેસબૂકે પણ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ બેન કર્યું હતા.