- એરિક ગાર્સેટીની ભારતમાં અમેરિકી રાજદૂત કરીકે નિમણુંક
- શુક્રવારના રોજ વ્હાઈટ હાઉસે આ જાણકારી આપી
દિલ્હીઃ- વિતેલા દિવસને શુક્રવારના રોજ વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે લોસ એન્જલસના મેયર એરિક ગાર્સેટીને રાષ્ટ્રપતિ બાઈડન દ્વારા ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મેયર એરિકએ લોસ એન્જલસમાં ઝડપી વિકાસ અને વિનાશક મહામારી દરમિયાન શહેરનું ખૂબજ અસરકારક રીતે નેતૃત્વ કર્યું છે.
ગાર્સેટી એ પોતાના આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આજે રાષ્ટ્રપતિએ ઘોષણા કરી હતી કે ભારતમાં યુએસ રાજદૂત તરીકે સેવા આપવા માટે હું તેમનો ઉમેદવાર બન્યો છું. આ ભૂમિકામાં કામ કરવા માટે તેમનું નામાંકન સ્વીકારતાં મને ગૌરવ અનુભવાઈ છે.
અમેરિકી સંસદના ઉચ્ચ સદન સેનેટની મંજૂરી બાદ 50 વર્ષીય ગાર્સેટી હાલના રાજદૂત કેનેથ જ્યુસ્ટરનું પદ સંભાળશે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં જ્યુસ્ટરની ભારતમાં અમેરિકી રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં જ્યુસ્ટરને વિદેશી સંબંધોની કાઉન્સિલમાં પ્રતિષ્ઠિત ફેલો તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
એરિક ગોર્સેટીના નામ બાબતે વ્હાઇટ હાઉસે અન્ય ઘણા રાજદૂતોના સાથે તેમના નામની ઘોષણા કરતા કહ્યું કે, એરિક એમ. ગાર્સેટી 2013 થી લોસ એન્જલસ શહેરના મેયર છે અને તેનો અદભૂત અનુભવ રહ્યો છે.