ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન બની શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડેન- પીએમ મોદીએ આમંત્રણ પાઠવ્યું
દિલ્હીઃ- ભારતના વિદેશ સાથેના સંબંધો મજબૂત બન્યા છે ત્યારે વિદેશી નેતાઓ ભારતના મહેમાન બની રહ્યા છે,પીએમ મોદી દ્રારા દેશના સ્વતંત્રતા પર્વ હોય કે ગણતંત્રત દિવસનો પર્વ હોય વિદેશની નેતાઓને આમંત્રિત કરવામાં આવે છે ત્યારે તાજેતરની જાણકારી પ્રમાણે વર્ષ 2023 26મી જાન્યુઆરીના દિવસે પીએમ મોદીએ ગણતંત્ર દિવસના મુખ્ય અથિતિ તરીકે અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડેનને આમંત્રણ આપ્યું હોવાની માહિતી સામે આવી છે.
જાણકારી પ્રમાણે બાઈડેનને ગણતંત્ર દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે. ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસેટ્ટીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદીએ આવતા વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે.
વઘુમાં ગારસેટ્ટીએ કહ્યું કે, પીએમ મોદીએ 8 સપ્ટેમ્બરે દિલ્હીમાં જી-20 સમિટ દરમિયાન તેમની દ્વિપક્ષીય બેઠક દરમિયાન બિડેનને આ આમંત્રણ આપ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન ભારતમાં ક્વાડ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તો ગારસેટ્ટીએ તેની પુષ્ટિ કરી ન હતી.
આ સાથે જ એક કાર્યક્રમ દરમિયાન, યુએસ રાજદૂતને એવા અહેવાલો વિશે પૂછવામાં આવ્યું હતું કે શું ભારત ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે ક્વોડ દેશોના નેતાઓને આમંત્રણ આપવાનું વિચારી રહ્યું છે. આ અંગે ગારસેટ્ટીએ કહ્યું કે, પીએમ મોદીએ જી-20 સમિટની બાજુમાં દ્વિપક્ષીય બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિને ગણતંત્ર દિવસની ઉજવણી માટે આમંત્રણ આપ્યું છે.