Site icon Revoi.in

યુએસ રાષ્ટ્રપતિ જોબાઈડેન એ ઈઝરાયેલના પીએમ સાથે ફોન પર કરી વાતચીત, ગાઝાની સ્થિતિ પર કરી ચર્ચા

Social Share

દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ સતત કેટલાક દિવસથી શરુ જ છે આવી સ્થિતિમાં વિશઅવના ઘણા દેશઓ ઈઝરાયલના સપોર્ટમાં ઉતર્યા છે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 5500 લોકોના મોત થયા છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલના વડાપ્રધાન સાથે ગાઝા અંગે ચર્ચા કરી.

ઉલ્લેખનીય છે કે  હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ વચ્ચે દુનિયાની સાથે અમેરિકા પણ ગાઝાના નિર્દોષોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને  શનિવારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી હતી. આ દરમિયાન, તેમણે ગાઝાની નવીનતમ પરિસ્થિતિની પ્રગતિ વિશે માહિતી લીધી.

 માહિતી પ્રમાણે સિવાય બાઈડેને બે અમેરિકન નાગરિકોની મુક્તિ માટે ઈઝરાયેલના સમર્થન માટે નેતન્યાહૂનો પણ આભાર માન્યો હતો. મંત્રણા દરમિયાન અન્ય બંધકોની મુક્તિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમેરિકાની પ્રાથમિકતા ગાઝાના લોકોને મદદ કરવાની છે આ પહેલા અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

આ દરમિયાન અમેપરિકી વિદેશ મંત્રીએ  કહ્યું હતું કે ગયા અઠવાડિયે હું યુદ્ધને લઈને વિવિધ દેશોની યાત્રા પર હતો. આ સમય દરમિયાન, ગાઝામાં સહાય પહોંચાડવી એ મારી ટોચની પ્રાથમિકતાઓમાંની એક હતી. અમે સહાય પહોંચાડવા માટે એક યોજના બનાવીશું. ઇઝરાયેલની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ આ યોજનાને મંજૂરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે  યુ.એસ. ઇજિપ્ત અને ઇઝરાયેલ તેમજ મધ્ય પૂર્વ માનવતાવાદી મુદ્દાઓ માટેના વિશેષ દૂત ડેવિડ સેટરફિલ્ડ સાથે કામ કરી રહ્યું છે. ટૂંક સમયમાં તમે તેમાં વિકાસ જોશો. અમેરિકા પશ્ચિમ એશિયામાં વધારાની એર ડિફેન્સ સિસ્ટમ મોકલશે તે જ સમયે, યુએસ સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિને કહ્યું કે તેમના દેશે પશ્ચિમ એશિયામાં તેની વધારાની એર ડિફેન્સ સિસ્ટમ મોકલવાનો નિર્ણય કર્યો છે

અમેરિકા પશ્ચિમ એશિયામાં ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ સિસ્ટમ અને પેટ્રિઓટ બટાલિયન તૈનાત કરી રહ્યું છે. પેટ્રિઅટ બટાલિયનને અમેરિકાની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવે છે. અમેરિકા પાસે પણ ડોમ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ હોવી જોઈએ.