Site icon Revoi.in

મુસ્લિમ વોટ માટે ઈઝરાયલી પીએમ નેતન્યાહૂ સાથે સંબંધ તોડી રહ્યા છે અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન!

Social Share

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેન અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની વચ્ચેના સંબંધ સોમવારે ગાઝાપટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે સૌથી નીચલા સ્તરે પહોંચી ગાય છે અને અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવને લઈને ઈઝરાયલમાં ભારે નારાજગી છે.

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાએ ગાઝા યુદ્ધવિરામ પ્રસ્તાવને પારીત થવા દીધો છે, તેને લઈને ઈઝરાયલ તરફથી અમેરિકાને લઈને આકરી પ્રતિક્રિયા આવી છે અને ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હાઈપ્રોફાઈલ ડેલિગેશનની સાથે પોતાની વ્હાઈટ હાઉસની મુલાકાતને રદ્દ કરી છે.

તેના પછી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ગાઝા પટ્ટીના દક્ષિણી ભાગમાં આવેલા શહેર રાફામાં જોરદાર ઈઝરાયલી સૈન્ય અભિયાન શરૂ થવાની શક્યતા છે અને તેનાથી ઘણી ખાનાખરાબી થઈ શકે છે. ઈઝરાયલની નારાજગી એ વાતને લઈને છે, કે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામને લઈને પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, તો અમેરિકાએ આ પ્રસ્તાવને વીટો લગાવીને રોકવાના સ્થાને મતદાનથી ગેરહાજર હોવાનો વિકલ્પ પસંદ કર્યો.

અમેરિકા આના પહેલા ઈઝરાયલ વિરુદ્ધ રજૂ થનારા દરેક પ્રસ્તાવને વીટો લગાવીને રોકી દેતું હતું. પરંતુ આ વખતે અમેરિકા મતદાનથી ગેરહાજર રહ્યું, માટે ઈઝરાયલ વિરુદ્ધ આ મહત્વપૂર્ણ પ્રસ્તાવ યુએનએસસીમાં પારીત થયો, જે વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ માટે ઘણો મોટો આંચકો છે.

યુએનએસસીમાં જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, તેમાં હમાસના કબજામાંથી બંધકોને મુક્ત કરાવવાની સાથે ગાઝા પટ્ટીમાં પૂર્ણ યુદ્ધવિરામની માગણી કરી હતી. જ્યારે ઈઝરાયલે કહ્યું છે કે તેની લડાઈ આ સમય સુધી ચાલતી રહેશે, જ્યાં સુધી હમાસનું નામોનિશાન મટી જાય નહીં. પરંતુ ઈઝરાયલી કાર્યવાહીમાં લગભગ 32 હજાર લોકો માર્યા ગયા છે, તેનો મુસ્લિમ દેશોની સાથે અમેરિકાના મુસ્લિમો પણ ભારે વિરોધ કરી રહ્યા છે. સ્થિતિ એ છે કે અમેરિકામાં આ વર્ષ 5 નવેમ્બરના રોજ થનારી રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી પહેલા મુસ્લિમોએ બાઈડેનના બહિષ્કાર કરવાનું કેમ્પેન શરૂ કર્યું છે.

બેંજામિન નેતન્યાહૂના અમેરિકાનો પ્રવાસ વધારે મહત્વપૂર્ણ માનવામાં આવતો હતો, કારણ કે તે બેઠક દરમિયાન ઈઝરાયલ અને અમેરિકાની વચ્ચે ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામની સાથેસાથે માનવીયસહાયતા પહોંચડાવાને લઈને વાતચીત થવાની હતી. ખાસ કરીને હાલના સમયે, જ્યારે ગાઝામાં ભૂખમરો શરૂ થઈ ગયો છે. તે સમયે માનવીય સહાયતાને પહોંચાડવાના માર્ગમાં આવેલી નવી અડચણ ગાઝાવાસીઓની સ્થિતિને વધારે ખરાબ કરી દેશે.

એવા અહેવાલો હતા કે આ બેઠક દરમિયાન ઈઝરાયલ અમેરિકા પર રાફામાં જમીની લડાઈ શરૂ કરવાને લઈને સમર્થન પણ માંગવાનું હતું. પરંતુ હવે ઈઝરાયલે કહ્યું છે કે તેઓ અમેરિકાની મદદ વગર પણ પોતાનું અભિયાન ચાલુ રાખશે.

નેતન્યાહૂની રાફામાં આક્રમક હુમલાની ધમકીએ ઈઝરાયલ અને અમેરિકાના સંબંધોમાં તણાવ પેદા કરી દીધો છે અને બાઈડેન ચાહતા નથી કે નવેમ્બર ચૂંટણીમાં તેમને મુસ્લિમ વોટર્સની નારાજગી સહન કરવી પડી અને ડોનાલ્ડ ટ્ર્મ્પ, જે પહેલાથી પણ વધુ આક્રમક પ્રચાર દ્વારા આગળ ચાલી રહ્યા છે, તેમને વધુ મદદ મળશે.

તેના સિવાય ડેમોક્રેટિક પાર્ટીના ઘણાં સાંસદોએ પણ બાઈડેન પર યુદ્ધવિરામ માટે દબાણ બનાવવાનું તીવ્ર કર્યું છે. પરંતુ બાઈડેનની સામે અન્ય મુશ્કેલી એ છે કે જો તેઓ ઈઝરાયલ વિરુદ્ધ ખુલીને આવે છે, તો પછી ચૂંટણી કેમ્પેન માટે તેમનું ફંડિંગ કેવી રીતે થશે, કારણ કે અમેરિકામાં યહૂદીઓનો પ્રભાવ કેટલો છે, એ કોઈનાથી છૂપાયેલી વાત નથી.

પરંતુ અમેરિકામાં ગણગણાટ એ વાતને લઈને છે કે બાઈડેન પ્રશાસન ઈઝરાયલને આપવામાં આવનારી સૈન્ય સહાયતાને રોકવામાં આવે અથવા તેને ફરીથી મર્યાદીત કરી શકે છે.

રિપબ્લિકન અને ડેમોક્રેટિક પ્રશાસનનાપૂર્વ મિડલ ઈસ્ટ વાટાઘાટકાર આરોન ડેવિડ મિલરે કહ્યુ છે કે આનાથી ખબર પડે છે કે બાઈડેન પ્રશાસન અને નેતન્યાહૂની વચ્ચે વિશ્વાસ તૂટી રહ્યો છે. તેમણે કહ્યુ કે જો સંકટનું સાવધાનીથી પ્રબંધન નહીં કરવામાં આવે, તો આ વધુ બદતર થઈ જશે.

જ્યારે યુએનએસસી વોટિંગથી અમેરિકાનું ગેરહાજર રહેવું, દુનિયાને એક એવો સંદેશ આપી શકે છે કે ઈઝરાયલને લઈને અમેરિકામાં હવે નિરાશા ભરાય રહી છે.

પરંતુ વડાપ્રધાન નેતન્યાહૂની પોતાની મુશ્કેલી છે. તેમની સરકારનું સમર્થન આપનારા અન્ય ઘોર દક્ષિણપંથી પાર્ટીઓ હુમલાને વધુ તેજ કરવાની માગણી કરી રહી છે. તેના સિવાય નેતન્યાહૂને આ પરિવારોને પણ સમજવું પડશે, જેના સદસ્ય હજીપણ હમાસના કબજામાં છે.

ઈઝરાયલના નિર્ણયથી હેરાન બાઈડન પ્રશાસન-

અમરેકિાના અધિકારીઓનું કહેવું છે કે બાઈડેન પ્રશાસન ઈઝરાયલી વડાપ્રધાનની વ્હાઈટ હાઉસની મુલાકાત રદ્દ થવાથી હેરાન છે અને આને એક અપ્રતિક્રિયા માની રહ્યા છીએ.અમેરિકાએ ભારપૂર્વક કહ્યું છે કે તેમની નીતિમાં કોઈ પરિવર્તન થયું નથી.

વોશિંગ્ટને ગાઝાપટ્ટીમાં લગભગ 6 માસજૂના યુદ્ધ દરમિયાન વધારે સમય યુદ્ધવિરામ શબ્દથી પરહેજ કર્યો છે અને હમાસની વિરુદ્ધ જવાબી કાર્યવાહીને લઈને ઈઝરાયલને બચાવવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો છે.

પરંતુ હવે સ્થિતિ વધારે વિકરાળ થઈ ચુકી છે. ગાઝામાં દુકાળ શરૂ થઈ ગયો છે અને ભૂખથી મોટી સંખ્યામાં લોકોના મોત થવા લાગ્યા છે જેનાથી અમેરિકા પર પણ વૈશ્વિક દબાણ બની રહ્યું છે. પેલેસ્ટાઈનના ગાઝા નિયંત્રિત આરોગ્ય મંત્રાલયનો દાવો છે કે 7 ઓક્ટોબરે શરૂ થયેલા હુમલા બાદ હજીપણ 32 હજારથી વધારે લોકોના મોત થયા છે. ડેમોક્રેટિક પાર્ટીના ઘણાં નેતા એટલા માટે નારાજ છે, કારણ કે રમઝાન પહેલા ગાઝાપટ્ટીમાં યુદ્ધવિરામ કરાવવામાં બાઈડેન સફળ થઈ રહ્યા નથી. જ્યારે વિશ્લેષકો કહે છે કે હવે બાઈડન અને નેતન્યાહૂ માટે પડકાર પોતાના મતભેદોને નિયંત્રણ બહાર વધારવાથી રોકવાના છે.

બાઈડેન- નેતન્યાહૂ તણાવ પર શું કહે છે વિશેષજ્ઞો?-

વોશિંગ્ટનમાં સેન્ટર ફોર સ્ટ્રેટજીક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ થિંક ટેન્કમાં મધ્ય પૂર્વ કાર્યક્રમના નિદેશક જોન અલ્ટરમેને કહ્યુ છે કે એવું કોઈ કારણ નથી કે આ સંબંધ માટે ઘાતક આંચકો હોય. માટે મને લાગતું નથી કે કોઈપણ બાબત માટે દરવાજો બંધ છે.

જો કે વડાપ્રધાન બેન્જમિન નેતન્યાહૂની યાત્રા રદ્દ થવાથી અલગ ઈઝરાયલના સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટે અલગથી વોશિંગ્ટનની યાત્રા કરી છે. તેનાથી સંકેત જાય છે કે બંને દેશોની વચ્ચે કમ્યુનિકેશન હજીપણ બનેલું છે. પરંતુ અમેરિકાના વોટિંગથી દૂર રહેવાથી બાઈડેન અને નેતન્યાહૂની વચ્ચે તિરાડ વધુ ઘેરી થઈ ચુકી છે. આ બંને નેતાઓ એકબીજાને વર્ષોથી જાણે છે, પરંતુ બંને દેશોની વચ્ચે સૌથી સારા સમયમાં પણ આ બંને નેતાઓના પરસ્પર સંબંધ એટલા સારા રહ્યા નથી.

આ મહિનાની શરૂઆતમાં બાઈડેને એક એમએસએનબીસીને આપેલા ઈન્ટરવ્યૂમાં ત્યાં સુધી કહ્યું છે કે રાફામાં હુમલો ઈઝરાયલ માટે એક રેડ લાઈન ક્રોસ કરવા જેવો હશે. જો કે તેમણે આવી કોઈપણ સંભાવનાથી ઈન્કાર કર્યો, છે કે અમેરિકા, ઈઝરાયલના હથિયારોની આપૂર્તિ રોકી દેશે. બાઈડને કહ્યુ છે કે હું હથિયારોની આપૂર્તિને કોઈપણ કિંમત પર રોકીશ નહીં. કારણ કે તેમની પાસે પોતાની સુરક્ષા માટે આઈરન ડોમ એટલે કે મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમ નથી.

જ્યારે નેતન્યાહૂએ બાઈઢનની ટીકાને ફગાવી દીધી અને ગાઝા પટ્ટીના આખરી હિસ્સા રાફામાં આગળ વધવાની કસમ ખાધી છે, જ્યાં ઈઝરાયલી ફોર્સિસે હજી સુધી જમીની હુમલો કર્યો નથી.