Site icon Revoi.in

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા એચ -1 બી  અને અન્ય વર્ક વિઝા પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી લંબાવાયો – ભારતીય આઇટી પ્રોફેશનલ્સને થશે અસર

Social Share

ન્યૂયોર્કઃ-અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કામદારોના હિતમાં એચ -1 બી વિઝા તેમજ અન્ય વિદેશી વર્ક વિઝા પરના પ્રતિબંધોને ત્રણ મહિના માટે લંબાવી દીધા છે. ટ્રમ્પે કહ્યું કે કોરોના વાયરસની સારવાર અને રસી ઉપલબ્ધ છે, પરંતુ શ્રમ બજાર અને સમુદાયના આરોગ્ય પર આ મહામારીની અસર સંપૂર્ણપણે સમાપ્ત થઈ નથી.

ટ્રમ્પના આ નિર્ણયની અસર મોટી સંખ્યામાં એવી ભારતીય આઇટી પ્રોફેશનલ્સ અને ઘણી અમેરિકન અને ભારતીય કંપનીઓ પર થશે કે જેઓને યુએસ સરકાર દ્વારા એચ -1 બી વિઝા આપવામાં આવ્યા હતા. ટ્રમ્પે ગયા વર્ષે 22 એપ્રિલ અને 22 જૂને વિવિધ કેટેગરીના વર્ક વિઝા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. જે 3૧ ડિસેમ્બરના રોજ પુરો થવાનો અ હતો, અને તેના થોડા કલાકો પહેલા ટ્રમ્પે ગુરુવારના રોજ તેને 31 માર્ચ સુધી લંબાવાની જાહેરાત કરી હતી

શું છે એચ 1 બી વિઝા –

આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે જે કારણોસર આ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા તે બદલાયા નથી. એચ -1 બી વિઝા એક બિન-સ્થળાંતરિત વિઝા છે જે યુ.એસ. કંપનીઓને વિશિષ્ટ વ્યવસાયો માટે વિદેશી કામદારોની નોકરી કરવાની મંજૂરી આપે છે, જેમાં સૈદ્ધાંતિક અથવા તકનીકી કુશળતા આવશ્યક છે.

ટેકનોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી માટે આ વિઝા પર નિર્ભર રહે છે. આ નિર્ણયની અસર એચ -1 બી વિઝાના નવીકરણની રાહ જોતા ભારતીય વ્યાવસાયિકો પર પડતી જોવા મળશે.

સાહિન-