દિલ્હીઃ- પાકિસ્તાન સતત આકંતવાદીઓને પ્રોત્સાહન આપતો દેશને જેના કારણે તેની વિશઅવભરમાં નિંદા થી રહી છએ જો કે પાકિસ્તાનને હાલ પણ કેટલાક દેશઓ ફંડિગ પુરુ પાડે છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડન પણ આ લીસ્ટમાં આવે છે જો કે તાજતરમાં રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવેલ મૂળ ભારતીય નિક્કીએ આ બાબતે લાલાઆંખ કરી છે
રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલી, જેમણે તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારી જાહેર કરી છે, તેણે પોતાના ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમને લાઈક કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે આ વધતી લોકપ્રિયતા વચ્ચે હેલીએ અમેરિકાની વર્તમાન બિડેન સરકારને ઘેરવાની શરૂઆત કરી દીધી છે.
વિતેલા દિવસના રોજ શનિવારે, હેલીએ બિડેન વહીવટીતંત્ર દ્વારા વિદેશમાં મોકલવામાં આવતી સહાયને નિશાન બનાવી હતી. ન્યૂયોર્ક પોસ્ટમાં એક અભિપ્રાયમાં, તેમણે નિર્દેશ કર્યો કે કેવી રીતે યુએસ દર વર્ષે $46 બિલિયન ખર્ચ કરી રહ્યું છે, જે ચીન, પાકિસ્તાન અને ઈરાક જેવા દેશોમાં જઈ રહ્યું છે. “હું અમારા દુશ્મનોને ભંડોળ પૂરું પાડવાનું સંપૂર્ણપણે બંધ કરી દઈશ,”
તેણએ વધુમાં જણાવ્યું કે અમે બેલારુસને પણ સહાય મોકલીએ છીએ, જે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનો નજીકનો મિત્ર છે. અમે સામ્યવાદી દેશ ક્યુબાને પણ સહાય મોકલીએ છીએ, જ્યાં સરકાર અમને આતંકવાદના પ્રાયોજક તરીકે લેબલ કરે છે,” તેમણે કહ્યું. હેલીએ એમ પણ કહ્યું કે, પાકિસ્તાન અને ઈરાકમાં મદદ મોકલવામાં આવે છે, જ્યાં અમેરિકાનો વિરોધ છે અને આતંકવાદી સંગઠનો સક્રિય જોવા મળે છે.
હેલીએ અમેરિકાની અગાઉની સરકારો અને રાષ્ટ્રપતિઓ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે આ માત્ર જો બાઇડનની વાત નથી. આ બંને પક્ષો (ડેમોક્રેટ્સ-રિપબ્લિકન)ના નેતૃત્વમાં દાયકાઓથી થઈ રહ્યું છે. આ સાથે જ તેણીએ કહ્યું. બાઈડેન વહીવટીતંત્ર પાકિસ્તાનને સૈન્ય સહાય મોકલવાનું ચાલુ રાખે છે, અને અમેરિકન કરદાતાના નાણાં હજુ પણ કેટલાક હાસ્યાસ્પદ હવામાન પરિવર્તન કાર્યક્રમોને ભંડોળ આપવા માટે સામ્યવાદી ચીનને જાય છે. જો હું આ પદપર આવીશ તો આ ભંડોળ બંધ કરી દઈશ.