Site icon Revoi.in

ભારતને હથિયારો વેચવામાં અમેરિકા સૌથી આગળ, વર્ષ 2020માં થઈ 3.4 અરબ ડોલરની ડીલ

Social Share

દિલ્લી: ભારતએ અમેરિકા પાસેથી ખરીદેલા શસ્ત્રોમાં જબરદસ્ત વધારો કર્યો છે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદના છેલ્લા વર્ષમાં આ વધારો જોવા મળ્યો છે. સત્તાવાર આંકડા મુજબ 2020માં આ આંકડો 62 કરોડ અમેરિકી ડોલરથી વધીને 3.4 અરબ ડોલર થયો છે.

અમેરિકાની ડિફેન્સ સિક્યુરિટી કોઓપરેશન એજન્સી મુજબ ભારતે અમેરિકી શસ્ત્ર વેચાણમાં તે સમયે વધારો થયો જ્યારે 2020માં અમેરિકાથી અન્ય દેશોમાં શસ્ત્રોનું કુલ વેચાણ ઘટીને 50.8 અરબ ડોલર થયું. અમેરિકાએ 2019માં અન્ય દેશોને 55.7 અરબ ડોલરના શસ્ત્રો વેચ્યા હતા, જ્યારે 2017માં આ આંકડો 41.9 અરબ ડોલર હતો.

માહિતી મુજબ, 2020માં અમેરિકી શસ્ત્રોના મોટા ખરીદદાર ભારત (વર્ષ 2019માં 62 કરોડ ડોલરની સરખામણીએ 2020માં 3.4 અરબ ડોલર) , મોરક્કો (1.24 કરોડ ડોલરથી વધીને 4.5 અરબ ડોલર), પોલેન્ડ (67.3 કરોડ ડોલરથી વધીને 4.7 અરબ ડોલર), સિંગાપોર (13.7 કરોડ ડોલરથી વધીને 1.3 અરબ ડોલર), તાઇવાન (87.6 કરોડ ડોલરથી વધીને 11.8 અરબ ડોલર )અને યુએઈ (1.1 અરબ ડોલરથી વધીને 3.6 અરબ ડોલર )હતા.

જો કે શાંતિને હંમેશા મહત્વ આપતા ભારત દેશે અવિશ્વાસુ ચીન અને પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને હથિયાર ખરીદવા પડે છે. ચીન દ્વાર છેલ્લા કેટલાક મહિનાથી એલએસી બોર્ડર પર વિવાદ ચાલી રહ્યો છે અને ચીન દ્વારા કેટલીક ભારત વિરોધી હરકતો પણ કરવામાં આવી છે જેના કારણે ભારત શસ્ત્રોને ખરીદે છે.

જાણકારો અનુસાર ભારત પોતાની સુરક્ષા માટે આગામી સમયમાં વઘારે હથિયાર ખરીદી શકે છે અને ચીન અને પાકિસ્તાનને લઈને વધારે સતર્ક થઈ શકે છે. ભારત દ્વારા ફરીવાર ચીન પર વિશ્વાસ કરવો એ અસંભવ બરાબર થઈ રહ્યુ છે અને ચીન અને પાકિસ્તાન દ્વારા જો કોઈ આડકતરી રીતે હરકત કરવામાં આવશે તો ભારત તેનો જવાબ આપવા માટે સંપુર્ણરીતે સક્ષમ છે.

_Devanshi