Site icon Revoi.in

અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને મંત્રી જયશંકર સાથે કરી મુલાકાત , કહ્યું ‘ભારતમાં રહેવું હંમેશા અદ્ભુત છે’

Social Share
દિલ્હી – અમેરિકી વિદેશમંત્રી એન્ટનિ બ્લિંકન ભારતની મુલાકાતે આવની પહોચ્યા છે ત્યારે તેમણે વિદેશમંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની જે. બ્લિંકન પાંચમા ભારત-યુએસ 2+2 મંત્રી સ્તરીય સંવાદ માટે વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરને મળ્યા હતા.
આ મુલાકાત બાદ  બ્લિંકને કહ્યું કે ભારતમાં રહેવું હંમેશા અદ્ભુત હોય છે. આજે આપણી પાસે અત્યાર સુધીની સૌથી મજબૂત દ્વિપક્ષીય ભાગીદારી છે.વઘુમાં અમેરિકી વિદેશ મંત્રી એન્ટની જે. બ્લિંકને કહ્યું, ‘ભારતમાં રહેવું હંમેશા અદ્ભુત હોય છે. અમે ભાગીદારીના નોંધપાત્ર વર્ષ પર નિર્માણ કરી રહ્યા છીએ. અમારી પાસે અત્યાર સુધીની સૌથી મજબૂત દ્વિપક્ષીય ભાગીદારી જ નથી, પરંતુ પ્રાદેશિક અને ખરેખર, વૈશ્વિક ભાગીદારી પણ છે, જે આ વર્ષે G20 ના ભારતના નેતૃત્વ દ્વારા વધુ સાબિત થાય છે.’
આ સાથે જ આ મુલાકાત બાદ તેમણે વધુમાં કહ્યું, ‘અમારે અમારા સંરક્ષણ ભાગીદારો સહિત ઘણું કરવાનું છે. મને લાગે છે કે આ ઈન્ડો-પેસિફિક પર યુનાઈટેડ સ્ટેટ્સ માટે અમારા અડગ ફોકસનો વધુ પુરાવો છે. ભવિષ્યની વાત કરીએ તો અમે તેને ભારત સાથે મળીને બનાવી રહ્યા છીએ. જી-20 સમિટ ખૂબ જ સફળ રહી હતી.
આ મુલાકાત બાજ વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે કહ્યું કે, ‘સપ્ટેમ્બરમાં અમારું G-20 સમિટ ખૂબ જ સફળ રહ્યું હતું અને વડા પ્રધાન મોદી વતી હું તમારો આભાર માનવા માંગુ છું, કારણ કે મને લાગે છે કે અમેરિકાએ અમને મજબૂત વિના આપ્યું છે. તેઓએ આપેલ સમર્થન, મને નથી લાગતું કે અમે સર્વસંમતિ અને પરિણામો પ્રાપ્ત કરી શક્યા હોત.
વઘુમાં એ મંત્રણા પર મંત્રી એસ જયશંકરે એમ પણ કહ્યું કે  2+2 મંત્રી સ્તરની વાતચીતને લઈને બ્લિંકનની દિલ્હી મુલાકાત ખૂબ જ ખાસ છે કારણ કે આપણે પીએમ મોદીની જૂનની મુલાકાત અને રાષ્ટ્રપતિ બિડેનની સપ્ટેમ્બરની મુલાકાતને ધ્યાનમાં રાખવાની જરૂર છે. આ 2+2 મંત્રી સ્તરીય સંવાદ છે, તેથી અમે શું કરી રહ્યા છીએ તેનો વ્યાપક દૃષ્ટિકોણ લઈએ છીએ. ક્વાડના સભ્ય તરીકે અમે ઈન્ડો-પેસિફિક પર ચર્ચા કરીશું.