અમેરિકી વિદેશ સચિવ બ્લિકંને પીએમ મોદી સાથે કરી મુલાકાતઃ- બન્ને દેશોના સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો
- પીએમ મોદી સાથે અમેરીકી સચિવે કરી મુલાકાત
- બન્ને દોશોના સંબંધો મજબૂત કરવા પર ભઆર મૂક્યો
દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા અમેરિકી વિદેશ સચિવ એન્ટોની બ્લિન્કને વિતેલા દિવસને બુધવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરવાની બાબત પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ આ બેઠક પછી ટિ્વટ કરીને કહ્યું હતું કે, ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે રાષ્ટ્રપતિ જોબિડેનની પ્રતિબદ્ધતાનં તેઓ આવકારે છે.
આ મુલાકાત બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘આજે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને મળીને ખૂબ જ ખુશી થઈ. હું ભારત-અમેરિકી સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ માટે રાષ્ટ્રપતિ બાયડેનની પ્રબળ પ્રતિબદ્ધતાનું સ્વાગત કરું છું. આ ભાગીદારી આપણા સહિયારા લોકશાહી મૂલ્યોને આકાર આપે છે અને વૈશ્વિક ભલાઈ માટે પણ એક તાકાત પણ છે’.
ઉલ્લેખનીય છે કે, યુએસ વિદેશ સચિવ બ્લિંકન મંગળવારે સાંજે ભારત પહોંચ્યા હતા. પીએમ મોદીને મળતા પહેલા તેમણે કહ્યું હતું કે ભારત-અમેરિકાની ભાગીદારી ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તે વિશ્વને બતાવશે કે લોકશાહી તેના લોકોની સુખાકારી માટે કેવી રીતે કાર્ય કરી શકે છે.
બ્લિંકને ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે સંયુક્ત પત્રકાર પરિષદનું પણ સંબોધન કર્યું હતું. યુએસના વિદેશ સચિવએ કહ્યું હતું કે ભારત અને અમેરિકા જેવા ગાઢ સંબંધો વિશ્વના થોડા ઘણા દેશો વચ્ચે જ જોવા મળે છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ બાઈડેન વ્યક્તિગત રીતે ઈચ્છે છે કે ભારત-અમેરિકાના સંબંધો જેટલા મજબૂત બની શકે તેટલા મજબૂત બનવા જ જોઈએ.