- એરિક ગાર્સેટી ભારતમાં અમેરિકી રાજદૂત બન્યા
- યુએસ સેનેટે તેમના નામને આપી મંજૂરી
દિલ્હીઃ- અમેરિકી સંસદની વિદેશ બાબતોની સમિતિએ ભારતમાં રાજદૂત માટે લોસ એન્જલસના ભૂતપૂર્વ મેયર એરિક ગાર્ટીસેટીના નામ પર મ્હોર લગાવી છે.એટલે કે ભારતમાં અમેરિકી રાજદૂત તરીકે ગાર્સેટી ફરજ બજાવશે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને એરિક ગાર્સેટીના નામનો પ્રસ્તાવ સમિતિને મોકલ્યો હતો. ભારતમાં યુએસ એમ્બેસેડર માટે કુલ 52 વોટ પડ્યા હતા, જેમાંથી 42 વોટ એરિકની તરફેણમાં પડ્યા હતા. તમામ ડેમોક્રેટ્સ તેમજ રિપબ્લિકન સેનેટર્સ ટોડ યંગ અને બિલ હર્ટીએ પણ એરિક ગાર્સેટ્ટીની તરફેણમાં મતદાન કર્યું હતું.
સમિતિએ 13-8ના માર્જિનથી ગાર્સેટીના નામાંકનને મંજૂરી આપી હતી. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે અમેરિકાને ભારતમાં કાયમી રાજદૂતની જરૂર છે.એરિક રાષ્ટ્રપતિ જો બિડેનના ચૂંટણી અભિયાનના સહ-અધ્યક્ષ હતા. તેcને જો બાઈડેનની ખૂબ નજીક માનવામાં આવે છે. કહેવામાં આવચુ હતુ કે એરિકને બાઈડેનની કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે, પરંતુ જેકોબ્સ વિવાદ જે રીતે બહાર આવ્યો, તે રેસમાંથી બહાર થઈ ગયો.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2021 થી ભારતમાં કોઈ યુએસ એમ્બેસેડર નહોતા, લગભગ બે વર્ષ પછી, અમેરિકાએ ભારતમાં તેના કાયમી રાજદૂતની નિમણૂક કરી છે. બંને દેશોના ઘણા સાંસદો અને નેતાઓએ આ અંગે સવાલો ઉઠાવ્યા છે. પ્રભાવશાળી રિપબ્લિકન સેનેટર ચક ગ્રાસલીએ ભૂતકાળમાં સેનેટ ફોરેન રિલેશન્સ કમિટીના સભ્યોને ભારતમાં US એમ્બેસેડર તરીકે એરિક ગારસેટ્ટીની નોમિનેશન સામે મત આપવા વિનંતી કરી હતી.