- તાલિબાનીઓના હથિયારનો અમેરિકાએ કર્યો નાશ
- અફઘાન છોડતા છોડતા તાલિબાનને આપ્યું મોટૂ દુઃખ
દિલ્હીઃ તાલિબાનીઓ એ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ 20 વર્ષથી અફઘાનમાં સ્થિતિ અમેરિકી સૈન્યને અમેરિકા દ્વારા ખેસડવામાં આવી ચૂક્યા છે, સંપૂર્ણ પણ અમેરિકાએ પોતાના સેનિકોની વાપસી કરી લીઘી છે. ત્યારે અમેરિકાના સેનિકો તાલિબાનની સમયમર્યાદા જ પહેલા અફઘાનિસ્તાનમાંથી ખસી ગયા છે. છેલ્લું અમેરિકી વિમાન કાબુલથી ઉડ્યા બાદ તાલિબાને પોતાના જીતની ઉજવણી કરી રહી છે.
જો કે જતા જતા પણ અને સોમવારના રોજ દેશ છોડતા પહેલા, અમેરિકી લશ્કરે કાબુલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં વિમાનો, સશસ્ત્ર વાહનો અને હાઇટેક રોકેટ સંરક્ષણ પ્રણાલીઓનો નાશ કર્યો છે.જેનાથઈ તાલિબાનીઓને મોટો ફટકો પડ્યો છે.આ સમગ્ર બાબતે યુએસ જનરલે માહિતી આપી છે.
અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના વડા જનરલ કેનેથ મેકેન્ઝીએ જણાવ્યું હતું કે હમીદ કરઝાઇ એરપોર્ટ પર 73 વિમાનોને સેના દ્વારા ડિમિલિટરાઇઝ કરવામાં આવ્યા છે, જેનો અર્થ છે કે હવે આ વિમાનોનો ઉપયોગ થી શકશે નહીં. તેમણે કહ્યું, “તે વિમાનો હવે ક્યારેય ઉડી શકશે નહીં … કોઈ પણ તેમને ચલાવી શકશે નહીં.” હવે આ વિમાનો ચોક્કસ ફરી ક્યારેય ઉડાન ભરી શકશે નહીં. ‘
આ બાબતને લઈને તેમણે આગળ કહ્યું કે , ’14 ઓગસ્ટના રોજ બચાવ કામગીરી શરૂ કરતા અમેરિકાએ કાબુલ એરપોર્ટ પર લગભગ 6 હજાર સૈનિકો તૈનાત કર્યા હતા. જેના કારણે એરપોર્ટ પર 70 એમઆરએપી સશસ્ત્ર વાહનો પણ નાશ પામ્યા છે. આવા વાહનની કિંમત લગભગ એક મિલિયન ડોલર છે. આ સિવાય, 27 ‘હમવીઝ’ વાહનોને પણ અક્ષમ કરવામાં આવ્યા છે, જે હવે કોઈ પણ ઉપયોગ કરી શકશે નહીં.
આ સાથે જ અફઘાનિસ્તાનમાં, યુએસએ રોકેટ, આર્ટિલરી અને એન્ટી-મોર્ટાર સી-રેમ સિસ્ટમ્સ પણ છોડી છે, જેનો ઉપયોગ એરપોર્ટને રોકેટ હુમલાથી બચાવવા માટે કરવામાં આવ્યો હતો. આ વ્યવસ્થાના કારણે સોમવારે ઇસ્લામિક સ્ટેટ તરફથી 5 રોકેટ હુમલા બાદ પણ કાબુલ એરપોર્ટ સુરક્ષિત રહ્યું.અફઘાનિસ્તાનથી છેલ્લા વિમાને ઉડાન ભરી ત્યાં સુધી આ સિસ્ટમો ચાલુ હતી. આ સિસ્ટમોને તોડવી એક જટિલ અને સમય માંગી લે તેવી પ્રક્રિયા છે. તેથી અમે આ સિસ્ટમોને ડિમિલિટરાઇઝ કરી છે જેથી કોઇ તેનો ઉપયોગ ન કરી શકે.