Site icon Revoi.in

અમેરિકાના નાણા મંત્રાલયે મોદી સરકારના કર્યા વખાણ,કહ્યું- ભારતીય અર્થવ્યવસ્થાએ કરી જોરદારની વાપસી  

Social Share

દિલ્હી:યુએસ નાણા મંત્રાલયે શુક્રવારે સંસદમાં રજૂ કરેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે કોવિડ-19 ની ત્રણ લહેરોનો સામનો કરવા છતાં ભારતીય અર્થવ્યવસ્થાએ મજબૂત પુનરાગમન કર્યું છે.

નાણા મંત્રાલયે તેના અર્ધવાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે,ભારતમાં મહામારીની બીજી લહેર 2021ના મધ્ય સુધી આર્થિક વૃદ્ધિ પર ભારે અસર કરી હતી, જેના કારણે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં ભારે વિલંબ થયો હતો.

ભારતના કોવિડ રસીકરણના પ્રયાસોની પ્રશંસા કરતા મંત્રાલયે જણાવ્યું હતું કે,2021ના બીજા ભાગમાં આર્થિક પ્રવૃત્તિએ મજબૂત પુનરાગમન કર્યું છે અને ભારતના રોગપ્રતિરક્ષા કાર્યક્રમમાં તેજી આવી છે.

યુએસ ટ્રેઝરી મિનિસ્ટ્રીએ કહ્યું કે,2021ના અંત સુધીમાં ભારતની લગભગ 44 ટકા વસ્તીને રસી આપવામાં આવી હતી.મંત્રાલયે કહ્યું કે 2020માં ભારતનો વિકાસ દર સાત ટકા હતો.2021 ના ​​બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર પૂર્વ મહામારીના સ્તરે પહોંચી ગયો હતો અને 2021 માં સંપૂર્ણ વર્ષનો વિકાસ દર આઠ ટકા હતો.વર્ષ 2022 ની શરૂઆતમાં ભારતને પણ કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપને કારણે કોવિડ -19 ના ત્રીજી લહેરનો સામનો કરવો પડ્યો હતો.પરંતુ આ સમય દરમિયાન મૃતકોની સંખ્યા અને આર્થિક ઘટાડો મર્યાદિત રહ્યો.