અમેરિકા: કેલિફોર્નિયાના સૈન ડિયાગો ઝૂ સફારી પાર્કમાં બે ગોરિલ્લા કોરોના પોઝિટિવ
- કોરોનાનો ખતરો માણસોની સાથે પ્રાણીઓમાં પણ
- કેલિફોર્નિયાના ઝૂ સફારી પાર્કમાં ગોરિલ્લા કોરોના પોઝિટિવ
- સૈન ડિયાગો ઝૂ સફારી પાર્કમાં બે ગોરિલ્લા કોરોના પોઝિટિવ
દિલ્લી: અમેરિકાના કેલિફોર્નિયાના સૈન ડિયાગો ઝૂ સફારી પાર્કમાં બે ગોરિલ્લા કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. સફારી પાર્કના કાર્યકારી નિદેશક લિસા પીટરસને કહ્યું કે, ઉધરસ અને શ્વાસની સમસ્યાઓ છોડી દઈએ તો બંને ગોરિલ્લા હાલમાં ઠીક છે.
જુલાઈ 2020 માં મિયામી ઝૂમાં 196 કિલોના બીમાર ગોરિલ્લાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો,જેમાં તે પોઝિટિવ મળી આવ્યા. પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ,શાંગો નામના 31 વર્ષીય ગોરીલાની તેના 26 વર્ષીય ભાઈ બાર્ની સાથે થોડા દિવસો પહેલા જ લડાઈ થઈ હતી. આ પછી શાંગોને તાવ આવ્યો હતો.તેને ધ્યાનમાં રાખીને શાંગોની કોરોના તપાસ કરવામાં આવી હતી,આ માટે સાત લોકોની ટીમે તેને પકડી તેનો સ્વેબ સેમ્પલ લેવામાં આવ્યો હતો.
પ્રાણીઓમાં કોરોના સંક્રમણના કેટલાક કેસ નોંધાયા છે. ઓગસ્ટ 2020માં યુ.એસ.ની કેલિફોર્નિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક નવા અધ્યયનમાં દાવો કર્યો હતો કે, પ્રાણીઓની ઘણી પ્રજાતિઓ કોરોના મહામારીથી પ્રભાવિત થઈ શકે છે. આ અધ્યયન મુજબ,કોવિડ -19 મહામારી પેદા કરનાર કોરોના વાયરસના સંભવિત જોખમનો સામનો કરનાર એક માત્ર પ્રજાતિ નથી,પરંતુ પ્રાણીઓની ઘણી જાતિઓ પણ વધારે જોખમમાં છે.
-દેવાંશી